• Home
  • News
  • ચીની વીડિયો કોન્ફરન્સિંગ એપ ઝૂમ સુરક્ષિત નથી, આ 6 સ્ટેપ તમને સેફ રાખી શકે
post

વિશ્વની 90 હજાર સ્કૂલ ઝૂમ ઍપ દ્વારા ઓનલાઇન ભણાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:16:39

જયપુર: લૉકડાઉનના કારણે સ્કૂલ-કોલેજ અચોક્કસ મુદ્દત માટે બંધ છે એવામાં અભ્યાસ ખોરવાય નહીં તે માટે ભારત સહિત 20 દેશની 90 હજાર સ્કૂલ ઝૂમ ઍપ દ્વારા ઓનલાઇન ભણાવી રહી છે. રાજસ્થાનની પણ ઘણી સ્કૂલ આ ઍપ યુઝ કરે છે પણ જોખમ એ છે કે સાયબર ગુનેગારો આ ઍપ પરથી યુઝર્સનો પર્સનલ ડેટા ચોરી રહ્યા છે. ઝૂમ ઍપ પર સ્ક્રીન શૅરિંગ ફીચરનો લાભ ઊઠાવી સાયબર ક્રિમિનલ્સ ક્લાસ કે સેશન દરમિયાન સ્ક્રીન પર વાંધાજનક કન્ટેન્ટ પણ પોસ્ટ કરી શકે છે. આને ઝૂમ બોમ્બિંગકહે છે.

ન્યૂયોર્કના શિક્ષણ વિભાગે ઝૂમ ઍપ પર પ્રતિબંધ લાદી દીધો

દુનિયાભરમાં વપરાતી ઝૂમ ઍપના હજારો યુઝર્સના ઇમેલ એડ્રેસ અને તેમના પાસવર્ડ ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા છે. એક રિપોર્ટ મુજબ આવા ઝૂમ એકાઉન્ટ્સની સંખ્યા અંદાજે 5.30 લાખ છે. જોકે, ઝૂમે લાખો યુઝર્સનો ડેટા કેવી રીતે લીક થયો તે અંગે કંઇ નથી જણાવ્યું. ચિંતા એટલા માટે પણ છે કે લૉકડાઉનના કારણે આ પ્લેટફોર્મ પર બિઝનેસ મીટિંગ અને સ્કૂલ-કોલેજના ક્લાસ પણ લેવાઇ રહ્યા છે. સિંગાપોર અને તાઇવાનની સ્કૂલ્સે અને ન્યૂયોર્કના શિક્ષણ વિભાગે ઝૂમ ઍપ પર પ્રતિબંધ લાદી દીધો છે. 

બાળકોના ચહેરા, અવાજ, અંગત માહિતી શૅર થવાનું પણ જોખમ
વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યાનુસાર ઝૂમ ઍપ પર પોસ્ટ કરાયેલા વીડિયો દ્વારા બાળકોનો ચહેરો, તેમનો અવાજ અને અંગત માહિતી પણ શૅર થવાનું જોખમ રહેલું છે. 

પબ્લિક ઝૂમ કૉલ્સ દરમિયાન ઇન્ટરનેટ ટ્રોલ્સ અને સ્ક્રીન શૅરિંગમાં વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરી શકે છે, જેના કારણે સેફ્ટી અને પ્રાઇવસીને જોખમ રહે છે.


ઉકેલ... આ 6 સ્ટેપ તમને સેફ રાખી શકે છે
1.
હોમ નેટવર્ક સિક્યુરિટી 

·         ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ રિસેટ કરો. રાઉટર સુરક્ષિત કરો.

·         WPA2 કે WPA3 જેવા સિક્યોર એન્ક્રિપ્શન ઓન રાખો.

·         વીડિયો કૉલ એન્ક્રિપ્ટેડ રાખો.

2. વેબકેમ આ રીતે બંધ કરો

·         વેબકેમનો ઉપયોગ ન કરી રહ્યા હો તો તેને આ રીતે બંધ કરો.

·         એન્ડ્રોઇડ માટે : સેટિંગ્સ, એપ્સ, કેમેરા, પરમિશન, ડિસેબલ કરો.

·         (અથવા કાગળ કે કપડાથી ઢાંકી દો)

3. વીપીએનનો ઉપયોગ કરો

·         વિશ્વસનીય વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)નો યુઝ કરો. 

·         તે ઓનલાઇન એક્ટિવિટીઝને એન્ક્રિપ્ટ કરશે. આઇપી એડ્રેસ કે લોકેશનની ખબર નહીં પડે.

4. મજબૂત પાસવર્ડ રાખો

·         રાઉટર માટે સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરો. 

·         12 કેરેક્ટરમાં અપર કેસ, લોઅર કેસ લેટર્સ, નંબર, સિમ્બોલ કે શબ્દ. 

·         ડિવાઇસનો ઉપયોગ ન કરતા હો ત્યારે લૉક રાખો.

5. સ્ક્રીન શૅરિંગ મેનેજ કરો

·         મીટિંગ કે હોસ્ટ ઍપના સ્ક્રીન શૅરિંગ ઓપ્શન મેનેજ કરો.

·         શૅર સ્ક્રીનના એડવાન્સ શૅરિંગ ઓપ્શન પર જાવ. હોસ્ટ ઓપ્શન સિલેક્ટ કરો, વિન્ડો ક્લોઝ કરો.

6. ઝૂમ વેઇટિંગ રૂમ યુઝ કરો

·         ઝૂમ ઓપ્શન આપે છે કે મીટિંગ શરૂ થયા બાદ તેને લૉક કરી શકો, જેથી નવા પાર્ટિસિપન્ટ્સ ગ્રુપ જોઇન ન કરી શકે. તમે હોસ્ટ છો તો ઝૂમ મીટિંગ માટે પસંદ કરી શકો છો.

પોલિસીમેકર, પબ્લિક ફિગર છો તો ઝૂમ વાપરો નહીં

સાઈબર નિષ્ણાંત પવન દુગ્ગલના જણાવ્યા અનુસાર ઝૂમ એપ ચમકતો ટાઈમબોમ્બ છે. આ ઘાતક છે. તમે પોલિસી મેકર, પબ્લિક ફિગર, કોર્પોરેટ હોન્કો હો તો ઝૂમ વાપરશો નહીં. આ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post