• Home
  • News
  • સિનેમાઘરો, ફિલ્મ વિતરકો દર મહિને રૂ. 200 કરોડથી વધુ નુકસાન વેઠી રહ્યા છે, હવે આ 12 ફિલ્મ નફો કરાવી શકે છે
post

સિનેમાઘરો ખુલવાની રાહ જોવાય છે, અમિતાભ-આમિર સહિત ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો લાઇનમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 09:40:05

મુંબઇ: માર્ચના છેલ્લા અઠવાડિયાથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ છે. સિનેમાઘરોમાં છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મો કામયાબઅને અંગ્રેજી મીડિયમહતી. હવે બમફાડ’, ‘ઘૂમકેતુઅને ગુલાબો સિતાબોસિનેમાઘરોના બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. તેના કારણે સિનેમાઘરો અને ફિલ્મ વિતરકો ઘણું નુકસાન વેઠી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહન કહે છે કે એક અંદાજ મુજબ સિનેમાઘર માલિકો અને ફિલ્મ વિતરકોને દર અઠવાડિયે લગભગ 55 કરોડ રૂ.નું નુકસાન થઇ રહ્યું છે, એટલે કે દર મહિને 200 કરોડ રૂ.થી વધુ.


સૂર્યવંશી’, ‘83’ અને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાપર આશા
નિર્માતા કબીર ખાન કહે છે કે પ્રોડ્યુસર્સને સિનેમાઘર માલિકોની ચિંતા છે. તેમણે પણ પ્રોડ્યુસર્સની ચિંતા કરવી જોઇએ. એવો રસ્તો કાઢવો જોઇએ કે જેથી પ્રોડ્યુસર્સ નિશ્ચિંતપણે પોતાની ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ કરી શકે અને પોતે રોકેલા નાણા જેટલું વળતર મેળવી શકે. સૂર્યવંશી’, ‘83’ અને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાસહિત અંદાજે 12 મોટી ફિલ્મો એવી છે કે જે સિનેમાઘરો ખુલ્યા બાદ રિલીઝ કરાય તો તગડો નફો કરાવી શકે છે.


જુલાઇ સુધી સિનેમાઘરો બંધ રહે તો 750 કરોડ રૂ.થી વધુ નુકસાન
ટ્રેડ પંડિત રાજ બંસલ કહે છે કે ઇન્ડસ્ટ્રીના નુકસાનની વાત કરીએ તો સૌથી મોટું નુકસાન સિનેમાઘર માલિકોને છે. જુલાઇ સુધી સિનેમાઘરો બંધ રહે તો 15 અઠવાડિયામાં તેમને 750 કરોડ રૂ.થી વધુ નુકસાન થઇ શકે છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ કહે છે કે લૉકડાઉનના કારણે માર્ચથી અત્યાર સુધીમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 1 હજાર કરોડ રૂ.નું નુકસાન થયું છે. 

હવે સોલો રિલીઝ મળવી મુશ્કેલ
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો જણાવે છે કે લૉકડાઉન ન હોત તો મોટા ભાગની બિગ બજેટ ફિલ્મોને સોલો રિલીઝ મળે તેમ હતી પણ હવે આવનારા મહિનાઓમાં આવી ઘણી ફિલ્મો ભેગી થશે. એક જ દિવસે બે ફિલ્મો રિલીઝ થશે અને એકબીજાનો બિઝનેસ ઘટાડશે. નિર્દેશક કરણ મલ્હોત્રાનું કહેવું છે કે જે ફિલ્મને સોલો રિલીઝ ન મળે તેને ડિજિટલ પ્લેટફોર્મ અને સેટેલાઇટ રાઇટ્સના પણ ઓછા પૈસા મળે છે.


આ ફિલ્મો રિલીઝ માટે તૈયાર

ફિલ્મ

એક્ટર

લાલ સિંહ ચઢ્ઢા

આમિર ખાન

83

રણવીર સિંહ

સૂર્યવંશી

અક્ષય કુમાર

સડક-2

સંજય દત્ત

ચેહરે

અમિતાભ બચ્ચન

શમશેરા

રણબીર કપૂર

ભુજ

અજય દેવગન

જર્સી

શાહિદ કપૂર

ગંગુબાઇ કાઠિયાવાડી

આલિયા ભટ્ટ

જયેશભાઇ જોરદાર

રણવીર સિંહ

પૃથ્વીરાજ ચૌહાણ

અક્ષય કુમાર

બ્રહ્માસ્ત્ર

અમિતાભ બચ્ચન

 

adv

Related News

post
post
post
post
post
post
post