• Home
  • News
  • ડિંડોલીમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પથ્થરમારો થતા બે પોલીસ જવાન ઈજાગ્રસ્ત
post

કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 10:30:56

સુરત: શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસોનો કુલ આંક 564 થઈ ગયો છે. વધુ નોંધાયેલા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પણ કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દરમિયાન આજે ડિંડોલીમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા છે.

એક કલાક ઘર્ષણ બાદ મામલો શાંત, મોટો પોલીસનો કાફલો તૈનાત

ડિંડોલી ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા 4-5 જણાને PCR વાન ના પોલીસ કર્મચારીઓએ ઉભા રાખી દંડાવાળી કરતા મામલો ભડક્યો હતો. આજુબાજુની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રાહદારીઓની મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. જેને લઈ રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યો બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા ઘર્ષણ બાદ હાલ મામલો થાળે હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે, આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હોવાનું અને પોલીસ વાહનને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

વધુ બે SRPના જવાન કોરોનાની ઝપેટમાં

લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા એસઆરપીના વધુ બે જવાનો, લિંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઓ તેમજ કિરણ હોસ્પિટલની નર્સ અને સિવિલ હોસ્પિટલમાં કેસ બારી પર ફરજ બજાવતા એક કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જોકે બીજી તરફ રાહતજનક વાત એ હતી કે સોમવારે જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્ય 556 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં શહેરમાં 19 વ્યક્તિઓના મોત થયાં છે. સામે 21 વ્યક્તિઓ કોરોનાથી સાજા થતા તેમને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post