• Home
  • News
  • કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ, આર્મી અને પોલીસ અધિકારી ઘાયલ
post

સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 15:00:28

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ છે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ અથડામણમાં સેનાના અને જમ્મુ કાશ્મીરના એક અધિકારી ઘાયલ થયા છે.

સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે

જમ્મુ કાશ્મીરમાં સેના અને પોલીસ સતત આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન ચલાવી રહી છે ત્યારે હવે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. સુત્રોમાંથી જણાવવામાં આવ્યુ છે કે અનંતનાગના કોકરનાગ હલૂરા ગંડૂલ વિસ્તારમાં સુરક્ષાદળોના જવાન અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે.

અથડામણમાં સેના અને પોલીસ અધિકારી ઘાયલ થયા

આ અથડામણ અંગે એક અધિકારીના જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં આતંકવાદી હોવાની જાણકારી મળી હતી જેના પગલે વિસ્તારમાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે જેવી જ સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થાન પર પહોંચી ત્યારે આતંકવાદીઓે દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના પર સેનાએ જવાબી હુમલો શરુ કર્યો છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યુ હતું કે આ અથડામણમાં સેના અને પોલીસના અધિકારી ઘાયલ થયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post