• Home
  • News
  • મોરેટોરિયમ અંગે સુનાવણી 2 નવેમ્બરે:સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર- લોકોની દુર્દશા સમજો અને યોગ્ય નિર્ણય સાથે કોર્ટમાં આવો, સામાન્ય લોકોની દિવાળી તમારા હાથમાં છે
post

2 કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ માફ થયુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 11:28:21

લોન મોરેટોરિયમને લગતા કેસ પર સુનાવણી કરતી વખતે સુપ્રિમ કોર્ટે સરકારને ટકોર કરી છે. કોર્ટે કહ્યું છે કે તમે યોગ્ય નિર્ણય સાથે કોર્ટમાં આવો. અમે આશા રાખી છીએ કે સરકાર એક યોગ્ય નિર્ણય સાથે કોર્ટમાં આવશે. મિસ્ટર મેહતા (સોલિસિટર જનરલ તુષાર મેહતા), સામાન્ય લોકોની દિવાળી હવે તમારા હાથમાં છે. સામાન્ય લોકોની દુર્દશાની સ્થિતિને તમે સમજો. આ સાથે કોર્ટ આ કેસમાં હવે પછીની સુનાવણી 2 નવેમ્બરના રોજ કરશે.

બેન્કોએ વ્યાજ પર વ્યાજ લેવાની શરૂઆત કરી છે
આ અગાઉ સુનાવણીમાં વ્યક્તિગત ધિરાણ મેળવનાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે બેન્કોએ વ્યાજ પર વ્યાજ વસુલવાની શરૂઆત કરી છે. આ સ્થિતિને તાત્કાલિક ધોરણે અટકાવવાની જરૂર છે. જ્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રની સંસ્થા ક્રેડાઈ તરફથી કહેવામાં આવ્ય છે કે અમે તેનાથી બહાર છીએ. અમને કહેવામાં આવ્યુ છે કે બેન્કો સાથે મળી આ સમસ્યાનો ઉકેલ મેળવીએ. જોકે બિલ્ડર જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેનો આ જવાબ નથી.

અમલીકરણને લઈ શુ યોજના છે?
કોર્ટે સરકારને પૂછ્યુ કે તમે અગાઉથી જ 2 કરોડ રૂપિયાની લોન લેનારને ફાયદો આપ્યો છે. પણ તેના અમલીકરણને લઈ શુ યોજના છે. આ અંગે હરીશ સાલ્વેએ કહ્યું કે અમે અગાઉથી જ તેને અમલી બનાવી છે. અલબત તે મોટી સંખ્યામાં છે, માટે અમારે આગામી સમયમાં તે પૂર્ણ કરવામાં આવશે. ખંડપીઠ કહ્યું કે વસૂલીની એક અલગ પદ્ધતિ છે. માટે હિતધારકો સાથે ચર્ચા કરી તેનું યોગ્ય રીતે પાલન થાય તે જરૂરી છે

સામાન્ય પ્રજા ચિંતિત છે
ખંડપીઠે કહ્યું કે સામાન્ય લોકો એ વાતને લઈ ચિંતિત છે કે સરકાર ફક્ત 2 કરોડ રૂપિયા સુધીની લોન વાળા માટે જ આ નિર્ણય લીધો છે. સુનાવણી દરમિયાન વકીલ શ્રીવાસ્તવે કહ્યું કે સરકારે ખૂબ જ મર્યાદિત રીતે પોતાનું વલણ રજૂ કર્યું છે. બેન્કોને હજુ સુધી કોઈ જ આદેશ આપ્યો નથી. ખંડપીઠે કહ્યું RBIએ કહી દીધુ કે બધુ થઈ ગયુ છે, દરેક વ્યક્તિ કહી રહી છે કે બધુ થઈ ગયુ છે. આ અંગે કોઈ પ્રશ્ન નથી. પણ તે ક્યારે થયુ? શું તમારે આ માટે એક મહિનાનો સમય જોઈએ છે?

વિલંબ કરવાનો કોઈ અર્થ નહી- ન્યાયમૂર્તિ
ન્યાયમૂર્તિ ભૂષણે કહ્યું કે સરકારે નિર્ણય લઈ લીધો છે તો તેમા વિલંબ કરવાનો કોઈ અર્થ નથી. અમે એક આદેશ આપશું. આ સમયે સોલીસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે ખંડપીઠે સરકારની વાત સાંભળી નથી. આ અંગે ન્યાયમૂર્તિ ભૂષણે કહ્યું કે અમે હંમેશા સરકારને પરવાનગી આપી છે. અમે કહ્યું છે કે ડાયરેક્શન સાથે સરકાર પરત આવે. પણ તે સામાન્ય લોકોના હિતમાં નથી કે તમે કોઈ પણ નિર્ણય લેવામાં વિલંબ કરતા રહો.

સામાન્ય નાગરિકોની મુશ્કેલ સ્થિતિને સરકાર સમજે
અન્ય ન્યાયમૂર્તિ શાહે કહ્યું કે સામાન્ય નાગરિકોની મુશ્કેલીને સરકારે જોવી જોઈએ. આ અંગે તુષ।ર મેહતાએ કહ્યું કે સરકાર માટે આ ખૂબ જ મુશ્કેલ છે. આ અંગે ન્યાયમૂર્તિએ કહ્યું કે મિસ્ટર મેહતા તમે સાંભળો. તમારે નાના દેવાદારો અંગે નિર્ણય લેવો પડશે. તમે કોઈને આદેશ આપ્યો નથી. તમારે આદેશ આપવો જોઈએ.

વ્યાજ પર વ્યાજ માફ કરશુ
તુષાર મેહતાએ કહ્યું કે બેન્ક વ્યાજ પર વ્યાજ માફ કરશે અને પછી સરકાર દ્વારા વળતર આપવામાં આવશે તેમ જ તેની ગણતરી પણ અલગ-અલગ હશે. અમારે એ બાબત સુનિશ્ચિત કરવાની રહેશે કે બેન્ક અમને યોગ્ય ફોર્મેટ આપે. બીજી બાજુ પી.ચિદમ્બરમે કહ્યું કે કોર્ટ બેન્કો પાસેથી પાસેથી કેટેગરીઝ અંગે એક નિવેદન ઈચ્છે છે અને સામાન્ય નાગરિકો માટે એક સંદેશ મોકલવામાં આવવો જોઈએ. શોપિંગ સેન્ટર એસોસિએશન માટે પી. ચિદમ્બરમે એક અલગ અરજી દાખલ કરી છે. તેઓ ફક્ત સરકાર, RBI અને કામથ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દા ઉઠાવી રહ્યા છે. તુષાર મેહતાએ આ અંગે કહ્યું કે હું માપી ઈચ્છુ છું. કોઈ સંદેશ મોકલી રહ્યા નથી. સરકારે એક નિર્ણય લીધો છે.ન્યાયમૂર્તિ શાહે આ અંગે કહ્યું કે અમે જે કહ્યું હતું કે સામાન્ય નાગરિકોના હિત માટે સરકારના નિર્ણયનું સ્વાગત કરી છીએ. ફક્ત એક જ બાબત છે કે તે જલ્દીથી લાગૂ કરવામાં આવવો જોઈએ.

2 કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ માફ થયુ છે
સરકારે દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે રૂપિયા 2 કરોડ સુધીની લોન માટે ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવા ઉપરાંત અન્ય રાહત રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા તથા બેન્કિંગ ક્ષેત્ર માટે હાનિકારક છે. અગાઉ દાખલ કરવામાં આવેલ આ સોગંદનામામાં કેન્દ્ર સરકારે રૂપિયા 2 કરોડ સુધી લોન પર વ્યાજ પર વ્યાજ માફ કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે વ્યાજ પર જે રાહત આપવાની વાત કરવામાં આવી છે તે માટે કેન્દ્રીય બેન્ક દ્વારા કોઈ પણ પ્રકારના દિશા સૂચનો જારી કરવામાં આવ્યા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post