• Home
  • News
  • શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જારી, મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી
post

આ પહેલા રવિવારે થયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદિનના આતંકી તાહિર અહમદ ભટ ઠાર મરાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-19 12:02:20

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે મોડી રાત્રે બે વાગ્યે સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ. આ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. બે વર્ષમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. જેમાં શ્રીનગરમાં આ પ્રકારની અથડામણ થઈ છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે શ્રીનગરના કાનેમજાર નવાકદળ એરિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ ઓપરેશનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ પણ સામેલ છે. આ પહેલા રવિવારે થયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદીનના આતંકી તાહિર અહમદ ભટ ઠાર થયો હતો. 11 દિવસ પહેલા ઠાર થયેલા રિયાઝ નાઇક પછી આ બીજું મોટું એન્કાઉન્ટર હતું.

રવિવારે આતંકી તાહિર ઠાર માર્યો હતો

16મી મેની રાત્રે સુરક્ષાદળોને ડોડાના ખોત્રા ગામમાં તાહિર છે તેવી બાતમી મળી હતી. જાન્યુઆરી 2020માં હિજબુલ આતંકી હારુનના મોત પછી અહીંની તમામ આતંકી ગતિવિધિઓનું સંચાલન તાહિર કરતો હતો. રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ ઘરમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. 5 કલાક ચાલેલી આ અથડામણાં તાહિર માર્યો ગયો હતો.


6
ઠ્ઠી મેએ હિજબુલનો રિયાઝ ઠાર થયો હતો
કાશ્મીરમાં 6ઠ્ઠી મેએ સુરક્ષાદળોએ હિજબુલ મુજાહિદિનના ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂને ઠાર માર્યો હતો. તે છેલ્લા 2 વર્ષથી મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં સામેલ હતો. તે બીમાર માતાને મળવા પુલવામાના બેગપોરા ગામમાં આવ્યો હતો. ત્યારે પોલીસને ગામમાં નાયકૂ અને તેના કેટલા સાથીઓ છે તેવા ઇનપુટ્સ મળ્યા હતા. સુરક્ષાદળોએ નાયકૂના મૃતદેહને પરિવારના પાંચ લોકોની હાજરીમાં સોનમર્ગના એ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યો હતો, જ્યાં અન્ય આતંકીઓના મૃતદેહ દાટવામાં આવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post