• Home
  • News
  • આચારસંહિતાના કારણે કર્ણાટકમાં પોલીસની મોટી કાર્યવાહી, સોની વેપારી પાસેથી 5 કરોડથી વધુ કેશ, 100 કિલોથી વધુ ચાંદી અને 3 કિલો સોનું જપ્ત કર્યુ
post

પોલીસને આ કેસમાં હવાલા લિંક હોવાની શંકા છે. હાલ પોલીસે કલમ 98 હેઠળ કેસ નોંધ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 18:20:33

બેલ્લારી:  કર્ણાટકના બલ્લારીમાં લોકસભા ચૂંટણી પહેલાં એક દુકાનદારના ઘરમાંથી કરોડોનો ખજાનો મળ્યો છે. વાસ્તવમાં એક બાતમીના આધારે પોલીસે રવિવારે બ્રુસાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્વેલરી શોપના માલિકના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે 5.60 કરોડ રૂપિયા રોકડા, ત્રણ કિલો સોનું, 100 કિલોથી વધુ ચાંદીના દાગીના અને 68 ચાંદીનાં બિસ્કિટ જપ્ત કર્યાં હતાં. એની કુલ કિંમત 7.60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મામલાની માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે આ સંદર્ભમાં FIR નોંધવામાં આવી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ આરોપી નરેશ જ્વેલરીની દુકાન ચલાવે છે. પોલીસે તેના ઘરેથી મોટી રકમ રોકડ અને દાગીના જપ્ત કર્યા છે. પોલીસે આરોપી નરેશને પણ કસ્ટડીમાં લીધો છે. પોલીસને આ કેસમાં હવાલા લિંક હોવાની શંકા છે. હાલ પોલીસે કલમ 98 હેઠળ કેસ નોંધ્યો છે. દુકાનદારને પૂછપરછ માટે આવકવેરા વિભાગમાં મોકલવામાં આવશે.

લોકસભા ચૂંટણીને કારણે કડકાઈ વધી
બે દિવસ પહેલાં જ આબકારી વિભાગે કર્ણાટકના મૈસૂર ગ્રામીણ જિલ્લાના ચામરાજનગર લોકસભા મતવિસ્તારમાંથી 98.52 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. આવકવેરા વિભાગ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી)એ પણ 3.53 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. ચૂંટણીપંચે આ માહિતી આપી હતી. તપાસ દરમિયાન, કલબુર્ગી જિલ્લાના ગુલબર્ગા લોકસભા મતવિસ્તારમાંથી 35 લાખ રૂપિયા અને ઉડુપી-ચિક્કમંગલુરુ મતવિસ્તારમાંથી 45 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post