• Home
  • News
  • “કોંગ્રેસ પોતે સુધરતી નથી અને અમને પણ ડુબાડી દેશે, આ પાર્ટી સાથે ક્યારેય કામ ન કરાય” - હાથ જોડીને પ્રશાંત કિશોરના રામ-રામ
post

પ્રશાંત કિશોરે સોમવારે બિહારના હાજીપુરમાં કહ્યું કે, પાર્ટીના કારણે તેમની ચુંટણી જીતવાનો રેકોર્ડ પણ ખરાબ થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-31 19:04:53

નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીને ડૂબતી નાવ ગણાવી છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી દીધા છે. આ સાથે તેમણે હાથ જોડીને કહ્યું કેકોંગ્રેસની સાથે હવે ક્યારેય કામ નહી કરુ. પ્રશાંત કિશોરે સોમવારે બિહારના હાજીપુરમાં કહ્યું કે, પાર્ટીના કારણે તેમની ચુંટણી જીતવાનો રેકોર્ડ પણ ખરાબ થયો છે.જો કોઈ યંગ છોકરો હોય અને  તેને સરકારી નોકરી મળેતો સારું છે. તેને પણ સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ. વધુમાં પ્રશાંત કિશોરે કહ્યું કેધારો કે તમે સિંચાઈના નિષ્ણાત છો અથવા પબ્લિક હેલ્થના નિષ્ણાત હતા. અમે સરકારમાં નથીપરંતુ જો સરકાર તક આપે તો અમે અહીં આવીને બે વર્ષ કામ કરી શકીએ છીએ. આ બાબતે પીએમ મોદી સાથે મારો મતભેદ પણ થઇ ગયો

આ સિવાય તેમણે 2015 મા નીતિશ કુમાર સાથેની મુલાકાત યાદ કરતા કહ્યું કે, નિતિશ કુમારે બિહારમાં આવીને કામ કરવાની વાત પણ કરી, જેમા તેમણે બિહાર વિકાસ મિશન યોજના પણ શરુ કરી હતી. આ યોજનાના કારણે યુવાનોને નોકરી પણ મળી..પરંતૂ જેટલુ પીકે ઇચ્છતા હતા તે પ્રમાણે ન મળી. જે બાદ પીકે ત્યાંથી ચાલ્યા આવ્યા.

પીકે કહે છે કે, બિહારમાં 2015માં મહાગઠબંધનની ચૂંટણી હતી, 2017માં પંજાબની ચૂંટણી જીત્યા. 2019માં જગન મોહન રેડ્ડીની સાથે આંધ્ર પ્રદેશની ચૂંટણી જીત્યા. 2020 માં કેજરીવાલની સાથે દિલ્હીની ચૂંટણી જીત્યા, જે બાદ વર્ષ 2021માં તામિલનાડુ અને પશ્વિમ બંગાળની ચૂંટણી જીત્યા,2017 માં એક ચૂંટણી UP મા હારી ગયા, જેથી મેં નક્કી કર્યું હતુ કે કોંગ્રેસની સાથે હવે નથી જવુ.

આ બધી ચર્ચાઓ વચ્ચે પ્રશાંત કિશોરે હસતા હસતા કોંગ્રેસ પાર્ટી વિશે કહ્યું કે,જે કોંગ્રેસ પોતે સુધરતી નથી અને અમને પણ ડુબાડી દેશે, પણ કોગ્રેંસને લઇને એક સમ્માન પણ છે, પણ જેમ મેં કહ્યું એ હાલની કોંગ્રેસની સ્થિતિ છે.વર્ષ 2011 થી 2021ની વચ્ચે 11 ચૂંટણી વચ્ચે રહ્યુ, જેમાંથી 1 જ ચૂંટણી હાર્યા,જે છે ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી..., જેમાં હું કોગ્રેંસની સાથે હતો, ત્યારથી મેં વિચાર કરી લીધો હતો કે, હવે આ લોકો સાથે કામ નથી કરવુ, આ લોકોએ મારો ટ્રેક રેકોર્ડ ખરાબ કરી નાંખ્યો છે. પણ આ હારમાંથી પણ મને ઘણુ બધુ શીખવા મળ્યુ છે.

આ સિવાય તેમણે કહ્યું કે,” પશ્વિમ બંગાળમાં એક રીતે બીજેપી સાથે શરત લાગી ગઇ હતી ,અમે કહ્યું હતુ કે, બીજેપીની હાર થશે અને તેને 100 ની નીચે જ રોકી દઇશુ, જો અમે તેને ન રોકી શક્યા તો હુ આ કામ છોડી દઇશ. ચૂંટણીનું પરિણામ આવ્યુ અને 77 પર બીજેપી અટકી ગઇ...બસ જ્યારે મારી વાત સાચી પડી તો મેં વિચાર્યું કે બહુ થઇ ગયુ આ કામ હવે કંઇક બીજુ કરીએ.

adv

Related News

post
post
post
post
post
post
post