• Home
  • News
  • વિવાદાસ્પદ નિવેદન:મુકેશ ખન્નાની 'સેક્સ રેકેટ' કમેન્ટ વાઇરલ, સો.મીડિયા યુઝર્સે આડેહાથ લીધા
post

મુકેશ ખન્નાએ એમ પણ કહ્યું હતું કે તેમને વ્હોટ્સએપ પર યુવતીના મેસેજ આવતા હોય છે, જેમાં તે કહેતી હોય છે, 'હાય, મારે તમારી સાથે વાત કરવી છે.' જો આવી યુવતીઓ સમાજમાં છે તો વિચારો કે સમાજનું કેટલું અધઃપતન થઈ રહ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 17:35:13

બોલિવૂડ-ટીવી એક્ટર મુકેશ ખન્ના ટીવી સિરિયલ 'શક્તિમાન' તથા 'મહાભારત'ને કારણે દેશભરમાં લોકપ્રિય છે. મુકેશ ખન્ના ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે યુવતીઓ પર વિવાદાસ્પદ કમેન્ટ્સ કરી હતી અને એ જ કારણે સો.મીડિયામાં તેમને ટ્રોલ કરવામાં આવ્યા છે.

સો.મીડિયામાં મુકેશ ખન્નાનો વીડિયો વાઇરલ થયો
સો.મીડિયામાં મુકેશ ખન્નાનો વીડિયો વાઇરલ થયો છે. મુકેશ ખન્નાએ વીડિયોમાં કહ્યું હતું કે જો કોઈ યુવતી કોઈ યુવકને સામેથી ફિઝિકલ રિલેશનની વાત કરે તો તે સેક્સ રેકેટમાં જોડાયેલી છે. પુરુષોને આવી યુવતીઓથી ચેતવાની જરૂર છે. સો.મીડિયામાં મુકેશ ખન્નાએ 'શું તમને પણ આવી મહિલાઓ લલચાવે છે?' કેપ્શન સાથે વીડિયો શૅર કર્યો છે.

મુકેશ ખન્નાએ શું કહ્યું?
વીડિયોમાં મુકેશ ખન્નાએ કહ્યું હતું, 'કોઈપણ યુવતી જો કોઈ યુવકને એમ કહે, 'હું તારી સાથે ફિઝિકલ રિલેશન માણવા ઈચ્છું છું.' તો આ યુવતી નથી, તે ધંધો કરે છે, કારણ કે આ પ્રકારની નિર્લજ વાતો કોઈ સભ્ય સમાજની યુવતી કરશે નહીં અને જો આવી વાતો કરે છે તો તે સભ્ય સમાજની નથી. તે તેનો ધંધો છે. તમે તેના ભાગીદાર ના બનો.'

સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કર્યા
મુકેશ ખન્નાનું આ નિવેદન વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું, 'સોરી શક્તિમાન. અહીં તમે જ ખોટા છો.' અન્ય એકે કહ્યું હતું, 'શાનદાર લોજિક.' બીજા એકે કમેન્ટ કરી હતી, 'અરે શક્તિમાન, તમે કઈ લાઇનમાં આવી ગયા?' ત્રીજા એક યુઝરે એમ કહ્યું હતું, 'ઓકે કૂલ, હવે સભ્ય સમાજના યુવક અંગે પણ વીડિયો બનાવવાની જરૂરી છે.' ઘણા યુઝરે ઓર્થોડોક્સ કહ્યા હતા તો કેટલાકે એમ કહ્યું હતું કે જો યુવક આવી ડિમાન્ડ કરે તો તમે શું કહેશો?

મુકેશ ખન્નાએ સો.મીડિયામાં ચાલતા સેક્સ રેકેટ અંગે વાત કરી હતી
મુકેશ ખન્નાએ સો.મીડિયામાં ચાલતા સેક્સ રેકેટ તથા ઓનલાઇન સેક્સ સ્કેમ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી યુવતીને બ્લોક કરી દેવી જોઈએ. મુકેશ ખન્નાએ એમ પણ કહ્યું હતું કે તેમને વ્હોટ્સએપ પર યુવતીના મેસેજ આવતા હોય છે, જેમાં તે કહેતી હોય છે, 'હાય, મારે તમારી સાથે વાત કરવી છે.' જો આવી યુવતીઓ સમાજમાં છે તો વિચારો કે સમાજનું કેટલું અધઃપતન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુકેશ ખન્નાએ કપિલ શર્માના શોને વલ્ગર ગણાવ્યો હતો.

મુકેશ ખન્નાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ટીવી તથા બોલિવૂડમાં લાંબા સમયથી સક્રિય નથી. ડિજિટલ પ્લેટફોર્મ પર તેઓ 'ધ મુકેશ ખન્ના શો' પ્રોડ્યુસ કરે છે. મુકેશ ખન્ના 'શક્તિમાન' તથા 'મહાભારત' ઉપરાંત 'વારિશ', 'વિશ્વામિત્ર', 'મહાયૌદ્ધા', 'ચંદ્રકાંતા' જેવી હિટ સિરિયલમાં જોવા મળ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post