• Home
  • News
  • ચીન, ઈરાન અને યૂરોપ બાદ હવે ભારતમાં તાંડવ મચાવશે કોરોના! વ્યક્ત કરાઈ ભયંકર શક્યતા
post

હાલ દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. ત્યાં 42 લોકોને કોરોનાની અસર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 16:16:09

ચીનમાં હાહાકાર મચાવી ચુકેલા કોરોના વાયરસ પહેલા ઈરાન અને ત્યાર બાદ યૂરોપના દેશોમાં પોતાનો કાળો કહેર વર્તાવી ચુક્યો છે. હવે આ વાયસર ભારતને પોતાનું નિશાન બનાવી શકે છે તે તેવી આશંકા દેશના જાણીતા સ્વાસ્થ્ય નિષ્ણાંતે વ્યક્ત કરી છે.

 

તેમના જણાવ્યા પ્રમાણે ભારત કોરોના વાયરસનું આગામી સૌથી મોટું કેન્દ્ર બની શકે છે. એટલે કે, ચીન, ઈરાન, ઈટાલી અને સ્પેન બાદ હવે કોરોના વાયરસનું સંક્રમન ભારતમાં સૌથી વધારે વધી શકે છે. કારણ કે ભારતમાં જે તૈયારીઓ છે તેને લઈને તે બાકીના એશિયાઈ દેશોની સરખામણીમાં ઓછી અને અપુરતી છે.

 

જાણીયા નિષ્ણાંત ડો, ટી જૈકબ જોનએ આપી છે. તેઓ ઈન્ડિયન કાઉંસિલ ફોર મેડિકલ રિસર્ચ સેંટરના એડવાંસ્ક રિસર્ચ ઈન વાયરોલોજી સેંટરના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. ડૉ. જોને કહ્યું છે કે, ભારતનું વાતાવરણ અને જનસંખ્યા આ વાયરસ ફેલાવવા માટે પર્યાપ્ત છે. કારણ કે અહીં લોકો સારવાર અને ક્વાંરટીનથી બચવા ભાગી રહ્યાં છે.

 

ડૉ. જોન ભારત સરકારના પોલિયો મુક્ત અભિયાનની સલાહકાર સમિતિમાં પણ રહી ચુક્યા છે. સાથે જ વેલ્લોર સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ સ્થિત નેશનલ એચઆઈવી/એડ્સ રિફરેંસ સેંતરના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ એક મોટો હિમસ્ખલન બની રહ્યું છે જે ગમે ત્યારે ભારત પર પડી શકે છે.

 

તેમણે જણાવ્યું હતું કે, ભારતના લગભગ દરેક શહેરમાં એક વિસ્તાર એવો હોય જ છે કે, જ્યાં લોકોના ઘર અને લોકો વચ્ચે અંતર ખુબ જ ઓછુ હોય છે. આ સ્થિતિમાં કોરોના વાયરસનો ખતરો વધી જાય છે. તેમને ચેતવણી આપતા કહ્યું હતું કે, અત્યારે તો કોરોનાગ્રસ્ત પીડિતોની સંખ્યા ધીમી ગતિએ વધી રહી છે, પણ 15 એપ્રિલ સુધીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં 10 થી 15 ટકાનો વધારો થઈ શકે છે. કારણ કે દેશમાં કોરોનાને લઈને ભરવામાં આવેલા પગલા પુરતા નથી.

ICMRના વર્તમાન પ્રમુખ ડૉ, બલરામ ભાર્ગવે ગઈ કાલે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશમાં 8000 કોરોના સેંપલની તપાસ કરવાની ક્ષમતા છે. પણ હજી આ વાયરસ થર્ડ સ્ટેજમાં પહોંચ્યો હોવાની જાણકારી નથી. એટલે કે તે સામુહિક રીતે નથી ફેલાઈ રહ્યો.

 

હાલ દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. ત્યાં 42 લોકોને કોરોનાની અસર છે. તેવી જ રીતે એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. ભારતામાં પ્રતિ વર્ગ કિલોમીટર 420 લોકો રહે છે, જ્યારે ચીનમાં આ સંખ્યા માત્ર 148 છે. જેથી જો ભારતમાં કોરોના વાયરસે કબજો જમાવ્યો તો લગભગ ત્રણ ઘણા લોકોને તેની અસર પહોંચી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post