• Home
  • News
  • વિશ્વમાં કોરોના ઇફેક્ટ: સૌથી મોટું લોકડાઉન ભારતમાં, વિશ્વભરમાં 230 કરોડથી વધુ લોકો ઘરોમાં, તેમાંથી 130 કરોડ ભારતીય
post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અડધી રાતથી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-26 09:07:16

પેરિસ: કોરોનાવાયરસના લીધે વિશ્વભરના 50થી વધુ દેશોએ લોકડાઉન જાહેર કર્યું છે. તેના લીધે લગભગ 230 કરોડ લોકો ઘરોમાં કેદ થઇ ગયા છે. તેમાંથી ભારતમાં જ 130 કરોડ લોકો લોકડાઉન રહેશે. તેની શરૂઆત મંગળવારે મોડી રાતથી થઇ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધિત કરીને 21 દિવસનું જરૂરી લોકડાઉન જાહેર કરીને કહ્યું કે લોકો તેને કર્ફ્યૂ જ માને. લોકડાઉન જાહેર કરનારા અમુક દેશોએ તેને જરૂરી કર્યું છે જ્યારે અમુક દેશોએ તેને કડકાઇથી લાગૂ કર્યું નથી. લોકોને માત્ર ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.

35 દેશોમાં જરૂરી લોકડાઉન, તેમાં ભારત પણ સામેલ
આબાદી- 195.9 કરોડ
લગભગ 195.9 કરોડની વસતિવાળા દેશોએ લોકડાઉન જાહેર કર્યું છે. જરૂરી લોકડાઉનનો અર્થ છે કે અત્યંત જરૂરી ન હોવા પર ઘરેથી બહાર નિકળવાની મનાઇ છે અને આવું કરનારા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ દેશોમાં 130 કરોડની જનસંખ્યા વાળો ભારત સૌથી મોટો દેશ છે. તે સિવાય ઈટલી, આર્જેન્ટિના, ઈરાક, ગ્રીસ, રવાંડા અને અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય છે. મંગળવારે કોલંબિયા પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગયું. બીજી તરફ ન્યૂઝીલેન્ડમાં બુધવારથી લોકડાઉન થશે. મોટાભાગના દેશોમાં જરૂરી કામ પર જવા માટે તેમજ મેડિકલ કેર માટે છૂટ આપવામાં આવી છે. 

પાંચ દેશોમાં માત્ર લોકોને અપીલ
આબાદી- 22.8 કરોડ
પાંચ દેશોમાં જેમની આબાદી 22.8 કરોડ છે, ત્યાં નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે જ રહે અને ઓછામાં ઓછા લોકો સાથે સંપર્કમાં આવે. આ દેશોમાં ઈરાન, જર્મની અને બ્રિટન સામેલ છે. બ્રિટનમાં છેલ્લા અઠવાડિયામાં સમુદ્રતટો અને પાર્કમાં ભીડ જમા થઇ હતી અને ત્યારથી ચૂસ્ત અમલવારીની ચેતવણી આપવામાં આવી છે. ઈરાનમાં ગત અઠવાડિયે નવા વર્ષ પર લાખો લોકો રસ્તા પર એકઠા થયા હતા. ત્યારબાદ લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.

10 દેશોમાં કર્ફ્યૂ
આબાદી- 11.7 કરોડ
10
દેશ એવા છે જ્યાં કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. તેમાં બર્કિના ફાસો, ચિલી, ફિલીપીન્સ, સર્બિયા, મોરીટાનિયા અને સાઉદી અરબ છે. આ દેશોની આબાદી 11.7 કરોડ છે. તે સિવાય અમુક દેશોમાં શહેરોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આવા દેશોની વસતિ એક કરોડ જેટલી છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post