• Home
  • News
  • કોરોના મહામારી:કુલ ચેપગ્રસ્તો 8થી 9 કરોડ થવામાં 15 જ દિવસ લાગ્યા, સૌથી ઝડપી ગ્રોથ
post

અમેરિકા અને યુરોપમાં કેસ વધતાં સ્થિતિ બેકાબૂ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 11:13:52

અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. તેમ છતાં ચેપની ઝડપ પર બ્રેક વાગી રહી નથી. દુનિયામાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 8થી વધીને 9 કરોડ થવામાં ફક્ત 15 દિવસનો સમય લાગ્યો. આ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીનો સૌથી ઝડપી 1 કરોડનો ગ્રોથ છે. 8 કરોડ ચેપગ્રસ્તોનો આંકડો 25 ડિસેમ્બરે પાર થયો હતો. જ્યારે 9 કરોડનો આંકડો 9 જાન્યુઆરીએ જ પાર થઈ ગયો. છેલ્લા 1 કરોડ કેસના ડ્રાઈવિંગ ફોર્સ અમેરિકા અને યુરોપ જ રહ્યાં છે. અમેરિકામાં 15 દિવસમાં 33.77 લાખથી વધુ કેસ મળ્યા. જ્યારે યુરોપના તમામ દેશોને મિલાવી ગત 15 દિવસોમાં 36.04 લાખથી વધુ કેસ સામે આવ્યા. એટલે કે છેલ્લા એક કરોડ કેસમાં આશરે 70 લાખ કેસ ફક્ત અમેરિકા અને યુરોપમાં મળ્યા છે.

રોજ 7 લાખ કેસ મળી રહ્યાં છે, 22મી સુધીમાં 1‌0 કરોડ કેસ થઈ શકે છે
9
જાન્યુઆરીએ દુનિયામાં ચેપના કુલ 7.73 લાખ નવા કેસ મળ્યા હતા. જો આ ઝડપ જળવાઈ રહેશે તો 9 કરોડથી 10 કરોડ સુધી પહોંચવામાં ફક્ત 13 દિવસ લાગશે. એટલે કે 22 જાન્યુઆરીએ 10 કરોડ કેસનો આંકડો પાર થઈ શકે છે. અમેરિકા અને યુરોપમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં તહેવારનો સમય રહ્યો હતો. જોકે આ દિવસોમાં કડકાઈ વધારાઈ હતી તેમ છતાં લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા. તેના પરિણામ હવે જોવા મળી રહ્યા છે. ઉપરાંત કોરોનાના નવા સ્ટ્રેઈનને કારણે પણ કેસમાં વધારો શક્ય છે. આ સ્ટ્રેન 70 ટકાથી વધુ ચેપી છે.

ચીન પુરાવા નષ્ટ કરી રહ્યું છે - વુહાન લેબમાંથી 300થી વધુ સ્ટડી ડિલીટ કરી
ચીન પર મહામારી ફેલાવવાના આરોપો લાગતા રહે છે. હવે દાવો કરાઈ રહ્યો છે કે વુહાનની વાયરોલોજી લેબ સંબંધિત મહત્ત્વપૂર્ણ ઓનલાઈન ડેટા ડિલીટ કરી દેવાયો છે. બ્રિટનના અખબાર ધ મેલ અનુસાર વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કરાયેલી રિસર્ચ સંબંધિત સેંકડો પાનાની વિગતો નષ્ટ કરી દેવાઈ છે. નેશનલ નેચુરલ સાયન્સ ફાઉન્ડેશન ઓફ ચાઈનાએ 300થી વધુ એવી સ્ટડી પ્રકાશિત કરી હતી જેમાં અનેક પ્રાણીઓથી માનવીમાં ફેલાતી બીમારીઓ પર રિસર્ચ કરાયું હતું. હવે તે ઉપલબ્ધ નથી. જે ડેટા ડિલીટ કરાયો છે તેમાં વુહાનના વાયરોલોજિસ્ટ શી ઝેંગલનું રિસર્ચ પણ સામેલ હતું. તેમને ચામાચીડિયાની ગુફાઓમાં જઈને સેમ્પલ લેવા બદલ બેટ વૂમન પણ કહેવાય છે. તે રિસર્ચ પણ ગુમ છે જેમાં ચામાચીડિયાથી બીજા જીવમાં સાર્સ જેવા કોરોના વાઈરસના ટ્રાન્સમિશનના રિસ્ક પર કામ કરાયું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post