• Home
  • News
  • 173 દેશમાં ફેલાયો, 8969 મોતઃ ઈટાલીમાં 24 કલાકમાં 475 લોકોના મોત, જ્યારે ચીનમાં એક પણ કેસ નોંધાયો નથી
post

અમેરિકામાં કોરોનાથી 155 લોકોના મોત, 9000થી વધારે લોકો સંક્રમિત

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-19 11:02:25

વોશિંગ્ટનઃ કોરોના વાઈરસ હવે વિશ્વના લગભગ તમામ દેશમાં ફેલાઈ ગયો છે. ગુરુવાર સવાર સુધીમાં તે વિશ્વના કુલ 173 દેશમાં ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં 8,952 લોકોના મોત થયા છે અને 2,18,952 કેસની પૃષ્ટી થઈ છે. સારી વાત એ છે કે 84,795 લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. CANના એક અહેવાલ પ્રમાણે અમેરિકા સરકાર ટૂંક સમય ઈમર્જન્સી બજેટ રજૂ કરી શકે છે. વોશિગ્ટનના સૌથી મોટા ફૂટબોલ મેદાનને હોસ્પિટલ તરીકે તબદિલ કરવામાં આવ્યું છે. ચીને ગુરુવારે સવારે કહ્યું છે કે પોતાને ત્યાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે, વિદેશમાંથી આવેલા 34 લોકો સંક્રમિત હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પાકિસ્તાનમાં સ્થિતિ ગંભીર બની રહી છે. સંક્રમિતોનો આંક 307 થયો છે. બુધવારે વધુ એક દર્દીનું મૃત્યુ થયું હતું.

કોરોના સામે ઈટાલીની લગભગ નિસહાય સ્થિતિ, 24 કલાકમાં 475 લોકોને જીવ ગુમાવ્યા

ઈટાલી કોરોના સામેની લડાઈમાં જાણે નિસહાય જણાય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 475 લોકોના મોત થયા છે. આ સાથે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક 2,978 થયો છે. સંક્રમિતોની સંખ્યા પણ 35,713 થઈ ગઈ છે. કોરોનાની સૌથી વધુ અસર ધરાવતા ચીન બાદ ઈટાલી બીજા ક્રમે છે.

દક્ષિણ કોરિયામાં કેસમાં ફરી વધારો થવા લાગ્યો

દક્ષિણ કોરિયામાં ચાર દિવસ સુધી કેસ ઘટ્યા બાદ ફરી કોરોના સંક્રમણે માથુ ઉચક્યુ છે. છેલ્લા ચાર દિવસમાં આશરે 100 કેસ નોંધાયા હતા, જોકે ત્યારબાદ એક દિવસમાં 152 કેસ સામે આવ્યા છે. દક્ષિણ કોરિયાનું દાઈગુ શહેર સૌથી વધારે અસરગ્રસ્ત છે.

બ્રિટનમાં તમામ સ્કૂલો બંધ
કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને બ્રિટનમાં તમામ સ્કૂલોને બંધ રાખવાની સરકારે જાહેરાત કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આ જાહેરાત કરતા કહ્યું હતું કે કોરોના વાઈરસ સામે લડવાની જરૂર છે. દરેક સ્થિતિની સમિક્ષા કરવામાં આવી રહી છે. બ્રિટનમાં કોરોનાથી 104 લોકોના મોત થયા છે અને 2626 કેસ પોઝિટિવ છે.

ફ્રાંસમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 89 લોકોના મતો

ફ્રાંસમાં જીવલેણ કોરોના વાઈરસનો હાલ કોઈ જ ઈલાજ જણાતો નથી અને છેલ્લા 24 કલાકમાં 89 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 264 થયો છે. આરોગ્ય પ્રધાન જેરોમ સલોમોને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દેશભરમાં રોકોનાથી 9134 લોકો સંક્રમિત છે અને 264 લોકોને જીવ ગુમાવ્યા છે.

અમેરિકામાં કોરોનાથી 155 લોકોના મોત, 9000થી વધારે લોકો સંક્રમિત થયા

અમેરિકામાં કોરોના વાઈરસને લીધે સતત સંક્રમિતો અને મૃતકોનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 155 લોકોના મોત થયા છે, જ્યારે 9458 લોકોના સંક્રમિતોની પુષ્ટિ થઈ છે.
ન્યુ ન્યુયોર્ક ટાઈમ્સ અને સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે અમેરિકાને રોગ નિયંત્રણ અને ઈલાજ કેન્દ્રને બુધવાર સુધી 7038 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે અને 97 લોકોના મોતની પૃષ્ટી કરી છે.

કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ

દેશ

મોત

કેસ

ચીન

3245

80928

ઈટાલી

2978

35713

ઈરાન

1135

17361

સ્પેન

338

14769

ફ્રાન્સ

264

9134

અમેરિકા

155

9458

બ્રિટન

104

2626

દ.કોરિયા

91

8565

નેધરલેન્ડ

58

2051

ભારત

3

171



અમેરિકાઃ ફૂટબોલ મેદનમાં હોસ્પિટલ
વોશિંગ્ટનના કિંગ કાઉન્ટી ફૂટબોલ મેદાનને હોસ્પિટલમાં તબદિલ કરવામાં આવ્યું છે. અહીં 200 બેડની તૈયારી કરવામાં આવી છે. સ્થાનિક વહિવટીતંત્રએ કહ્યું છે કે અહીં ફક્ત શંકાસ્પદ વ્યક્તિઓને રાખવામાં આવી રહ્યા છે. જે દર્દીઓનોના ટેસ્ટ પોઝિટિવ જોવા મળશે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આ પગલું એટલા માટે ભરવામાં આવી રહ્યું છે કારણ કે અમેરિકામાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હોસ્પિટલમાં બેટ ઓછા પડી શકે છે. આ સંજોગોમાં એવી જગ્યાઓને પસંદ કરવામાં આવી રહી છે કે જ્યાં શંકાસ્પદોને આઈસોલેટ કરવામાં આવી શકે છે.

 

ટ્રમ્પ પ્રશાસનઃ ઈમર્જન્સી બજેટ રજૂ કરી શકે છે

મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સરકાર ટૂંક સમયમાં એક ઈમર્જન્સી બજેટ રજૂ કરી શકે છે. સેનેટ અને કોંગ્રેસ ટૂંક સમયમાં આ અંગે વાતચીત કરશે. અલબત, રાષ્ટ્રપતિને આ અંગે વિશેષાધિકાર છે કે તે ઈમર્જન્સીમાં કોઈ રાજ્ય અથવા સમગ્ર દેશ માટે બજેટ જારી કરી સકે છે. બાજમાં તેને સંસદ મંજૂરી આપશે.

અમેરિકાઃ બે સાંસદ પણ સંક્રમિત

ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અમેરિકાના બે સાંસદને પણ કોરોના વાઈરસની ઝપટમાં આવી રહ્યા છે.

 

ઈટાલીઃ કોરોના વાઈરસ કાબૂ બહાર

ઈટાલી સરકારે અત્યાર સુધી સંક્રમણને અટકાવાવ માટે શક્ય તમામ પગલા અને ઉપાય કર્યા છે, પણ હજુ પણ તેની કોઈ અસર દેખાતી નથી. ચીનનો મેડિકલ સ્ટાફ છેલ્લા 5 દિવસથી અહીં છે. પણ ગુરુવારે ઈટાલીમાં કુલ સંક્રમણનો આંક 35,713 થયો છે. સંક્રમિતો પૈકી 2,978 દર્દીના મોત થયા છે.એવું માનવામાં આવી શકે છે ઈટાલી સરકાર ગુરુવારે વધુ આકરા પગલા ભરી શકે છે.

ઈરાનઃ સુધારો થવાની આશા

ઈરાન સરકારે સંક્રમણને અટકાવવા માટે ખૂબ જ કઠોર પગલા ભરવાનો આદેશ આપ્યો છે. અહીં લોકોને બજારો અને ધાર્મિક સ્થળો પર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રતિબંધોને લીધે અગાઉથી જ ઈરાન ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.અહી બેન્કોમાં કામકાજ જારી છે.

સિંગાપોરઃ જાણકારી નહી આપવામાં આવે તો જેલની સજા

સિંગાપોરમાં વિદેશી પ્રવાસીઓ અને કામકાજી લોકોની સંખ્યા વધારે છે. અહીનું એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. સિંગાપોરમાં અત્યાર સુધીમાં 147 કેસ સામે આવ્યા છે. મોટાભાગના સંક્રમિત ચીન અને મલેશિયાના નાગરિકો છે. સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે સંક્રમણની જાણકારી નહીં આપનારને 6 મહિનાની જેલની સજા અથવા 10 હજાર ડોલરની સજા થશે.

 

ચીનમાં સ્થાનિકસ્તરેથી સંક્રમણનો કોઈ કેસ નોંધાયો નથી, બહારથી આવ્યા 34 દર્દી

ચીને ગુરુવારે સવારે કહ્યું છે કે જાન્યુઆરી બાદ પ્રથમ વખત એવું બન્યુ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનો કોઈ જ ઘરેલુ કેસ નોંધાયો નથી. જોકે, આ સમયે 34 એવા દર્દીની ઓળખ થઈ છે કે જે અન્ય દેશમાંથી ચીન પહોંચ્યા છે. બે સપ્તાહમાં વિદેશથી આવનારી સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા છે. મોડી સાંજે ચીનના હેલ્થ મિનિસ્ટ્રીએ આ અંગે વિસ્તારથી માહિતી આપી શકે છે.

 

પાકિસ્તાનઃ વિદેશ મંત્રી આઈસોલેશનમાં

મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી ચીનની યાત્રા પર હતા. અહીંથી પરત ફર્યા બાદ કુરેશીને ગળામાં દુખાવો અને તાવની ફરિયાદ કરી છે. કુરેશીએ તેમના ઘરમાં જ પોતાને આઈસોલેટ કરી દીધા છે. તેઓ પરિવારના સભ્યોને પણ મળતા નથી. બીજીબાજુ, બુધવારે પાકિસ્તાનમાં સંક્રમણના 307 થયા છે. બે લોકોના મોત થયા છે. મીડિયા અઙેવાલ પ્રમાણે શાળઓમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે અહીં માસ્ક, સેનિટાઈઝર અને દવાઓ સહિત ડોક્ટરોની ભારે અછત છે.

 

ઈઝરાઈલઃ કોઈ વિદેશીને દેશ આવવા મંજૂરી નહીં

ઈઝરાઈલ સરકાર અને સેના સંક્રમણનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહ્યા છે. ગુરુવારે નેતન્યાહુ સરકારે વધુ એક કડક પગલુ ભર્યું છે અને વિદેશી નાગરિક પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ તમામ દેશ માટે છે. પણ મેડિકલ એક્સપાયર્સ અને ઈમર્જન્સી સુવિધાને તેનાથી અલગ રાખવામાં આવ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post