• Home
  • News
  • વધુ બે મોત, વધુ બે કેસ સાથે પોઝિટિવ કેસનો આંક 534 પર પહોંચ્યો
post

સુરત જિલ્લાના ગામોમાં વધુ બે કેસ નોંધાતા આંકડો 21 થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 11:58:05

સુરત: શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાનો પોઝિટિવ કેસનો આંક 534 પર પહોંચ્યો છે. વધુ બે મોત સાથે મૃત્યાંક 19 પર પહોંચ્યો છે. જ્યારે સુરત જિલ્લાના ગામોમાં વધુ બે કેસ નોંધાતા જિલ્લાનો આંક 21 પર પહોંચ્યો છે.

ફ્રન્ટ વોરિયર કોરોનાની ચપેટમાં

વધુ નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ વોરિયર પણ સામેલ છે. જેમાં એક ખાનગી તબીબ, સિવિલ હોસ્પિટલની નર્સ અને પ્યૂન તેમજ લોકડાઉનમાં બંદોબસ્તની ડ્યૂટી બજાવી રહેલા વધુ બે એસઆરપી જવાન અને એક હોમગાર્ડનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post