• Home
  • News
  • કોરોનાથી ગુજરાતને રૂ. 2.61 લાખ કરોડનું નુકસાન જવાની સંભાવના, મહારાષ્ટ્રને 4.72 લાખ કરોડની ખોટ થઇ શકે છે
post

અમ્ફાન તોફાન અને પરપ્રાંતિય મજૂરો વતન પરત ફરતાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 09:46:08

મુંબઈ: એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ અર્થતંત્રને પણ ભારે નુકસાન થયું છે. કોરોના વાયરસના કારણે જો કોઈ રાજ્યને સૌથી વધુ નુકસાન થયું હોઈ તો તે મહારાષ્ટ્ર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ મંગળવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. તે પ્રમાણે સૌથી વધુ નિકાસ કરનારા રાજ્યોમાં મહારાષ્ટ્રને રૂ. 4.72 લાખ કરોડ, તમિળનાડુને રૂ. 2.86 લાખ કરોડ અને ગુજરાતને રૂ. 2.61 લાખ કરોડનું નુકસાન થશે.

દેશના જીડીપીના નુકસાનના આધારે ગુજરાતને 8.6% ખોટની ધારણા
આ અહેવાલ મુજબ દેશમાં જીડીપીના નુકસાનના આધારે, એકલા મહારાષ્ટ્રની ખોટ 15.6% રહેશે. તમિળનાડુમાં 9.4% અને ગુજરાતમાં 8.6%ની ખોટ થશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશને 2.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન (જીડીપીના રૂપમાં 8.3%) થશે જ્યારે કર્ણાટકને 2.02 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. જે દેશના જીડીપીના નુકસાનના 6.7 ટકા બરાબર હશે.

સૌથી ઓછું નુકસાન આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં હશે
પશ્ચિમ બંગાળને 1.99 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. દિલ્હીને 1.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. રાજસ્થાનને 1.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. આંધ્રપ્રદેશને રૂ. 1.49 લાખ કરોડનું નુકસાન થશે. મધ્યપ્રદેશને 1.08 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. સૌથી ઓછું નુકસાન આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં હશે જે રૂ. 1,475 કરોડ હશે.

ટોચના 10 શહેરોનો કુલ જીડીપીમાં 75% હિસ્સો
દેશના ટોચના 10 શહેરોની વાત કરીએ તો આ રાજ્યો દેશના કુલ જીડીપીના 75% હિસ્સો ધરાવે છે. આ ત્રણ રાજ્યોમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ છે. રિપોર્ટ અનુસાર ભારત લોકડાઉનનાં ચોથા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. આઉટપુટની અસરને સમજવું હવે મહત્વપૂર્ણ છે. પહેલીવાર જ્યારે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે આપણો જીડીપી 2.6% હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. ત્યારથી તેમાં સતત ઘટાડો થયો છે અને હવે 4.7% નકારાત્મક થઈ ગયો છે.

50% નુકસાન રેડ ઝોન વિસ્તારોમાં થશે
જોકે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો બોટમ-અપ એપ્રોચ રાખવામાં આવે તો, જીડીપીની વૃદ્ધિ અગાઉના અનુમાન કરતા થોડી સારી રહેશે. SBIએ જણાવ્યું કે, અમારા અનુમાન મુજબ કુલ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્શન (GSDP)માં 30.3 લાખ કરોડ રૂપિયાની નુકસાની જશે જે કુલ GSDPના 13.5% હશે. તેમાંથી 50% નુકસાન રેડ ઝોનમાં થશે, જેમાં ભારતના સૌથી મોટા શહેરો શામેલ છે.


ગ્રીન ઝોનની વસ્તીના 80% લોકો ગ્રામીણ વિસ્તારોમાં
ઓરેન્જ અને રેડ ઝોન બંનેનું નુકસાન કુલ ખોટના 90% હશે. ગ્રીન ઝોનની લગભગ 80% વસ્તી ગ્રામીણ ભારતમાં રહે છે, જે પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ રીતે ખુલ્લી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી 1.5%થી નીચે હોઈ શકે છે. અમે તેનો અંદાજ 1.2% રાખ્યો છે. નાણાકીય વર્ષ 2020માં જીડીપી 4.2 ટકા રહી શકે છે.

આ વખતે જીવીએ અને જીડીપી વચ્ચે વધુ તફાવત રહેશે
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે રસપ્રદ બાબત એ છે કે જીડીપી અને જીવીએ (ગ્રોસ વેલ્યુ એડેડ)ની વૃદ્ધિ વચ્ચે તફાવત છે. સામાન્ય રીતે આ બંનેની વૃદ્ધિમાં બહુ તફાવત હોતો નથી. પરંતુ આ વખતે પરોક્ષ વેરામાં થયેલી મોટી ખોટથી બંને વચ્ચે મોટો તફાવત પડ્યો છે. રિપોર્ટનો અંદાજ છે કે વાસ્તવિક જીવીએ વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2021માં -3.1%ની નજીક હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર -6.8% રહેશે.

નેટ ઇન-ડાયરેક્ટ ટેક્સમાં રૂ. 10.4 લાખ કરોડનો ઘટાડો થશે
નાણાકીય વર્ષ 2021માં નેટ ઇન-ડાયરેક્ટ ટેક્સમાં રૂ. 10.4 લાખ કરોડનો ઘટાડો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં આવા નુકસાન પર નજર રાખી શકે છે. આ વર્ષના અંત સુધીમાં અન્ય પેકેજની જાહેરાત થઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post