• Home
  • News
  • 195 દેશમાં સંક્રમણ, 21297ના મોત, અમેરિકામાં બુધવારે સૌથી વધારે 223 લોકોના મોત, મૃત્યુઆંક એક હજારને પાર
post

ઈટાલીમાં એક દિવસમાં 683 લોકોના મોત,વિશ્વભરમાં ત્રીજા ભાગની વસ્તી લોકડાઉન

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-26 12:11:20

કોરોના વાઈરસની મહામારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21284 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં કોરોના વાઈરસના સંક્રમણના કેસ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અહીં બુધવારે કોરાના વાઈરસના કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યો છે.  593 દર્દીઓને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 68203 નોંધાયા છે.

 ઈટાલીમાં એક દિવસમાં 683 લોકોના મોત, ક્વારેન્ટાઈનનો ભંગ કરનારને જેલ

ચીનથી શરૂ થયેલા આ વાઈરસે સૌથી મોતી તબાહી ઈટાલીમાં મચાવી છે. અહીં 7503 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં 5210 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ 74386 થયા છે. ઈટાલીમાં ક્વારેન્ટાઈનનો ભંગ કરનારને જેલમાં મોકલી દેવામાં આવી રહ્યા છે. કોરોના વાઈરસને લઈને થયેલા એર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં થયેલા મોતમાં 80 ટકા લોકો 60 વર્ષથી મોટી ઉંમરના હતા. ચીનમાં કુલ 81285 કેસ નોંધાય છે, જેમાં 3287 લોકોના મોત થયા છે. ચીનમાં એક્ટિવ કેસનો આંકડો ચાર હજારની અંદર જતો રહ્યો છે, એટલે કે હાલ ચીનમાં 3947 કોરોના વાઈરસના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિએ કોરોના વાઈરસના સારવારના અનુભવને વિશ્વના તમામ દેશો સાથે શેર કરવાની વાત કરી છે.

સ્પેનમાં 24 કલાકમાં 656 લોકોના મોત

કોરોના વાઈરસના સંક્રમણના કારણે સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 656 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 3647 પહોંચી ગયો છે. સ્પેનમા મોતનો આંકડો ચીન કરતા પણ વધી ગયો છે. સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેમની તબીયત ચાર દિવસથી ખરાબ હતી. ઘરમાં આઈસોલેશનમાં રહીને જ સરકારી કામકાજ કરી રહ્યા હતા. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેની સાથે કામ કરનાર દરેક વ્યક્તિને ક્વારેન્ટાઈનમાં રહેવાનો આદેશ કર્યો છે. 

હોંગકોંગે અન્ય દેશ સાથેન સરહદ બંધ કરી
હોંગકોંગમાં બુધવારે 24 નવા કેસ નોંધાયા અહીં કુલ પોઝિટિવ કેસ 410 થયા છે. અહીંની સરકારે અન્ય દેશો સાથેની સરહદને બંધ કરી દીધી છે. અહીં ચાર લોકોના મોત થયા છે. 

બ્રિટનમાં અત્યાર સુધીમાં 465 લોકોના મોત
બ્રિટનના આરોગ્ય વિભાગે કહ્યું હતું કે અહીં છેલ્લા 24 કલાકમાં 1452 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 9529 થઈ ગઈ છે. અહી રોજ 25 હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અહીં મૃત્યુઆંક 465 થયો છે.

કોરોનાની મહામારીના પગલે ફ્રાન્સે ઈરાકમાંથી પોતાની સેના હટાવવાનો નિર્ણય કર્યો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચના રોજ કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. આ મહામારીને ધ્યાનમાં રાખીને ફ્રાન્સે ઈરાકમાંથી પોતાની સેનાને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. આજથી ફ્રાન્સ સેનાને વતન પરત મોકલવાની શરૂઆત કરાશે.

શ્રીલંકાએ દેવામાં રાહત આપવાની માંગ કરી
કોરોના વાઈરસના પગલે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને દેવામાં રાહત આપવાની અપીલ કરી  છે. તેમણે કહ્યું કે શ્રીલંકા જેવા વિકસતા દેશોની કોરોના વાઈરસ સામે લડવામાં આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. આ રાહતને અમે કોરોનાની મહામારી સામે લડવામાં વાપરીશું. 

ક્યા દેશમાં કોરોના વાઈરસની શું સ્થિતિ છે :

દેશ

મોત 

કેસ

ઈટાલી

7503

73386

સ્પેન

3647

49515

ચીન

3287

81285

ઈરાન

2077

27017

ફ્રાન્સ

1331

25233

અમેરિકા

1027

68203

બ્રિટન

465

9529

નેધરલેન્ડ

365

6412

જર્મની

206

37323

બેલ્જિયમ

178

4937

સ્વિત્ઝરલેન્ડ

153

10897

દ. કોરિયા

126

9137

સ્વિડન

62

2526

બ્રાઝીલ

59

2554

તુર્કી

59

2433

ઈન્ડોનેશિયા

58

790

જાપાન

45

1307

પોર્ટુગલ

43

2995

ફિલિપાઈન્સ

38

636

કેનેડા

36

3409

ડેનમાર્ક

34

1724

ઓસ્ટ્રિયા

31

5588

ઈરાક

29

346

ભારત 

12

657

પાકિસ્તાન 

8

1063

બાંગ્લાદેશ

5

39

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post