• Home
  • News
  • કોરોનાની રસી બને કે ન બને, અમેરિકા જલદી ખૂલી જશે: ટ્રમ્પ
post

ચાલુ વર્ષના અંત સુધીમાં કરોડો વેક્સિન બનાવીને આપી દેવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 09:54:35

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આર્થિક પ્રવૃત્તિઓ બને તેટલી જલદી સામાન્ય કરવા માગે છે. તેમણે કહ્યું કે કોરોનાની રસી બને કે ન બને, અમેરિકા જલદી ફરી ખૂલવા જઇ રહ્યું છે. અગાઉ તેમણે એમ કહ્યું હતું કે ચાલુ વર્ષના અંત સુધીમાં રસી આવી જશે. વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે લોકોને રાબેતા મુજબના જનજીવનમાં પાછા ફરવા આગ્રહ કર્યો.


વેક્સિન ઝડપભેર અને મોટા પાયે તૈયાર થશે
તેમણે એવી પણ જાહેરાત કરી કે એક વેક્સિન પ્રોજેક્ટ શરૂ કરાઇ રહ્યો છે, જે બીજા વિશ્વયુદ્ધ વખતે વિશ્વના સૌપ્રથમ પરમાણુ હથિયાર બનાવવા માટે હાથ ધરાયેલા ઓપરેશન વૉર સ્પીડજેવો હશે. મતલબ કે વેક્સિન ઝડપભેર અને મોટા પાયે તૈયાર થશે. સૈન્યના જનરલ અને પૂર્વ હેલ્થકેર એક્ઝિક્યુટિવ આ ઓપરેશનનું સુકાન સંભાળશે.


ચાલુ વર્ષના અંત સુધીમાં કરોડો વેક્સિન બનાવીને આપી દેવાશે
આ પ્રોજેક્ટ ઝડપી રિસર્ચ અને મંજૂરી માટે 14 વેક્સિન કંપની સાથે શરૂ થશે. સરકારી અને ખાનગી ભાગીદારી સાથેનો આ પ્રોજેક્ટ ગ્લેક્સોસ્મિથક્લાઇનના નેતૃત્ત્વમાં હાથ ધરાશે. અમેરિકી સૈન્ય માટે દેશની બહાર વિતરણનું કામ સંભાળતા જનરલ ગુસ્તાવે પર્ના સીઇઓ તરીકે કામ કરશે. દવા કંપનીઓએ આશા વ્યક્ત કરી છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં કરોડો વેક્સિન બનાવીને આપી દેવાશે. જોકે, ટ્રમ્પે એમ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકીઓએ વેક્સિન વિના પણ સામાન્ય જનજીવન શરૂ કરવું પડશે. ઘણા નિષ્ણાતોને શંકા છે કે વેક્સિન તૈયાર થતાં એક વર્ષ લાગી શકે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post