• Home
  • News
  • ચીનથી આવેલી મૂળ ગુજરાતી બ્રિટિશર જેસલ દિલ્હીમાં ફસાઈ, 12 કલાક વિત્યા છતાં મદદ તો દૂર એરપોર્ટ ઓથોરિટી સરખો જવાબ પણ નથી આપતી
post

ત્રણ મહિના ઈન્ટર્નશીપ કરવા શાંઘાઈ જવાનું જેસલ પટેલને ભારે પડ્યું, કોરોનાથી બચવા ચીની પરિવાર સાથે અંતરિયાળ ગામડામાં જઈને અઠવાડિયું રહી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 08:28:03

અમદાવાદઃ ચીનમાં કોરોના વાયરસને લઇને લોકડાઉન કરાતા આખાને આખા શહેરોને સીલ કરી દેવાયા છે. કારણે સંખ્યાબંધ ગુજરાતીઓ સહિતના ભારતીયો તથા મૂળ ભારતીયો ત્યાં ફસાયા છે. લોકોને ચીનથી પરત ફરવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આમાં મૂળ ભારતીય પરંતુ બ્રિટિશ પાસપોર્ટ ધરાવતી અમદાવાદના પરિવારની દીકરી જેસલ પટેલ પણ સામેલ છે. ચીનમાં કોરોના વાઇરસના કારણે અનેક પડકારોની સામનો કરી શાંઘાઈ નજીક એક ગામડામાં અઠવાડિયા જેટલો સમય રોકાઈ જેમ-તેમ ચીનમાંથી નિકળી શકી છે. પરંતુ અત્યારે દિલ્હી એરપોર્ટ પર OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા) નિયમને લીધે જેસલ અટવાઈ છે. હવે સ્થિતિ એવી થઈ છે કે તે તો ભારતમાં પ્રવેશ કરી શકે તેમ છે તો તેને યુકે મોકલી શકાય. નિયમ મુજબ જેસલ માટે એકમાત્ર રસ્તો ચીન તરફનો છે જ્યાંથી તે માંડમાંડ પરત ફરી છે. સ્થિતિમાં જેસલના પિતાએ મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત યુકે સ્થિત ભારતીય દૂતાવાસ, યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અને ગૃહમંત્રી પ્રીતિ પટેલને ટ્વીટ કરીને મદદ માગી છે. જેસલ છેલ્લા 12 કલાકથી એરપોર્ટ અટવાઈ છે અને મદદ માગી રહી છે, પરંતુ દિલ્લી એરપોર્ટ ઓથોરિટી તેને મદદ કરવાની વાત તો દૂર, સરખો જવાબ પણ આપવામાં આવતો નથી.
દિલ્લી એરપોર્ટ પર OCI નિયમનું કારણ ધરી જેસલને રોકવામાં આવી

જેસલના પિતા દિનેશ પટેલે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, જેસલ શાંઘાઈથી દિલ્લી થઈ અમદાવાદ આવવાની હતી. પરંતુ હાલમાં દિલ્લી એરપોર્ટ પર OCI નિયમનું કારણ ધરી તેને રોકવા આવી છે. જેસલને હવે દિલ્હીથી ચીનના શાંઘાઈ પરત મોકલવાનું કહી રહ્યા છે. કારણે તેઓ ચિંતિત બન્યા છે અને ભારત સરકાર, ઇમિગ્રેશન પાસે મદદની અપીલ કરી છે. હાલ જેસલ ચીનથી દિલ્હી પરત ફરી છે. દિનેશ પટેલે તેમના પરિચિત પાસે મોદી, જોન્સન, પ્રીતિ પટેલ સહિતનાને ટ્વીટ કરી મદદ માંગી છે.
જેસલ શાંઘાઈમાં એક ચાઈનીઝ ફેમિલી સાથે રહેતી હતી

મૂળ ભારતીય પરંતુ હાલ યુકેના નાગરિક દિનેશ પટેલની 20 વર્ષીય પુત્રી જેસલ લંડનની બ્રુનેલ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરે છે. ત્રણ મહિનાની ઇન્ટર્નશીપ માટે તે ચીનમાં શાંધાઈની લો ફર્મમાં જોડાઈ હતી અને શાંઘાઈમાં એક ચાઈનીઝ ફેમિલી સાથે રહેતી હતી. જે જેસલને દીકરીની જેમ રાખતા હતા. ચીનમાં કોરોના વાઇરસ ફેલાતા જેસલ અને તે ફેમિલીના લોકો શાંઘાઈથી 4 કિ.મી.ના ડ્રાઈવિંગના અંતરે આવેલા શિન્જિયાંગ નામના એક નાનકડા ગામમાં જતા રહ્યા હતા. એક તરફ ચીનમાં કોરોના વાઇરસે ચાઇનામાં માથું ઉંચક્યું હતું. સદનસીબે જેસલના ગામનો એક પણ વ્યક્તિ વાઇરસથી અસરગ્રસ્ત નહોતો. પરંતુ ચાઇનીઝ સરકારે ગામમાંથી કોઈને આવવા કે જવા દેતા હતા.
જેસલના પિતાએ વડાપ્રધાન મોદી સહિત જી બોરિસ, પ્રિતિ પટેલને ટ્વીટ કરી મદદ માંગી

જેસલના પિતાએ તેને ચીનમાંથી ઝડપથી બહાર કાઢવા યુકે તથા ઇન્ડિયન હાઈકમિશનને મેઇલ કર્યો હતો, પરંતુ બંને કમિશને એક જવાબ આપ્યો કે, તેઓ માત્ર વુહાનના લોકોને બહાર આવવામાં મદદ કરી શકે તેમ છે, બીજા શહેરમાંના લોકોને નહીં.’ ત્યારે હાલત વધુ ખરાબ થતા જેસલના પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત જી બોરિસ, પ્રિતિ પટેલ (યુકે હોમ મિનિસ્ટર)ને ટ્વીટ પણ કર્યું હતું. ત્યારબાદ જેસલના પિતાએ શાંધાઈથી આવતા તેમના પરિવારજનને પણ વિશે જાણ કરી હતી. પરંતુ ફ્લાઇટ હોવાને કારણે મુશ્કેલી થતી હતી.
ચાઈનીઝ ફેમિલીએ સ્પેશિયલ ટેક્ષીની વ્યવસ્થા કરીને જેસલને શાંઘાઈ એરપોર્ટ પહોંચાડી હતી

ઘણી મહેનત પછી શાંઘાઈથી ફ્લાઇટ બુક થઈ ગઈ હતી પરંતુ હવે પ્રશ્ન હતો કે ગામમાંથી કોઈને આવવા જવા દેતા હોવાથી કર્યું હોવાથી તે કેવી રીતે એરપોર્ટ પહોંચે? ત્યારે તે ચાઈનીઝ ફેમિલીએ સ્પેશિયલ ટેક્ષીની વ્યવસ્થા કરીને જેસલને શાંઘાઈ એરપોર્ટ પોહચાડી હતી. ત્યાં પણ રસ્તામાં તેનું અનેક વખત ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેસલ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ચીનમાં કોરોના વાઇરસના ભયમાંથી મુક્ત થઈ પરત દિલ્હી આવી પહોંચી છે. પરંતુ ત્યાં પણ તેને OCIને લઈ અટકાવવામાં આવી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post