• Home
  • News
  • 95,698 કેસ, મૃત્યુઆંક-3025: એક દિવસમાં સૌથી વધારે 5049 દર્દી વધ્યા, મુંબઈમાં 20 હજારથી વધારે સંક્રમિત
post

બીજા નંબરે રહેલા ગુજરાતમાં 11,380 લોકો કોરોનાથી સંક્રમિત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 11:25:54

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 95,698એ પહોંચી છે. અને 3,025 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો 33 હજારને પાર થયો છે. તો બીજા નંબરે રહેલા ગુજરાતમાં 11,380 લોકો કોરોનાથી સંક્રમિત છે. 

રવિવારે દેશમાં સૌથી વધારે 5015 સંક્રમિત મળ્યા હતા તો બીજી તરફ 2538 લોકો સારવાર બાદ સાજા પણ થયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2347 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા 33 હજારને પાર થઈ ગઈ છે.

 રાષ્ટ્રપતિ ભવન સુધી કોરોનાનો પગપેસારો 
 
દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ ભવનમાં તહેનાત એક એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની ઉંમર 58 વર્ષ છે. તે રાષ્ટ્રપતિ ભવનમાં પોલીસ લાઈનમાં રહેતો હતો. 13મેના રોજ એસીપી સહિત પાંચ પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ત્યારબાદથી જ તમામ પોલીસકર્મી ક્વૉરન્ટીનમાં હતા. 

 પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ

 કેસ

17 મે

5015

16 મે

4792

10 મે

4311

14 મે

3943

15 મે

3736

દેશના રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સ્થિતિ 

રાજ્ય 

કેટલા સંક્રમિત

કેટલા સાજા થયા 

કેટલા મોત

મહારાષ્ટ્ર

33053

7668

1198

ગુજરાત

11380

4499

659

તમિલનાડુ

11224

4172

79

દિલ્હી

9755

4202

148

રાજસ્થાન

5202

3055

131

મધ્યપ્રદેશ

4977

2403

248

ઉત્તરપ્રદેશ

4464

2636

112

પશ્વિમ બંગાળ

2677

959

238

આંધ્રપ્રદેશ

2380

1456

50

પંજાબ

1964

1366

35

તેલંગાણા

1551

992

34

બિહાર

1320

473

08

જમ્મુ-કાશ્મીર

1183

575

13

કર્ણાટક

1147

509

37

હરિયાણા

910

562

14

ઓરિસ્સા

828

220

04

કેરળ

602

497

04

ઝારખંડ

223

113

03

ચંદીગઢ

191

51

03

ત્રિપુરા

165

85

00

આસામ

101

42

02

ઉત્તરાખંડ

92

52

01

છત્તીસગઢ

85

59

00

હિમાચલ પ્રદેશ

80

40

03

લદ્દાખ

43

24

00

આંદામાન- નિકોબાર

33

33

00

ગોવા

29

07

00

પુડ્ડચેરી

16

09

00

મણિપુર

07

02

00

મેઘાલય

13

11

01

મિઝોરમ

01

01

00

અરુણાલચ પ્રદેશ

01

01

00

દાદરા નગર હવેલી

01

01

00

 પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ4977- અહીંયા રવિવારે 187 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ઈન્દોરના 92, ભોપાલના 38, ઉજ્જૈનના 33, અને ગ્વાલિયરના 10 દર્દી સામેલ છે. સોમવારેથી લોકડાઉન-4ના નિયમ લાગુ થઈ જશે. રાજ્ય સરકારે કેન્દ્રને ઝોનની પરિભાષા બદલવાને પ્રસ્તાવ મોકલ્યો છે. જેના હિસાબથી ઈન્દોર, ભોપાલ અને ઉજ્જેન રેડ ઝોનમાં હોઈ શકે છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ33053- રાજ્યમાં રવિવારે સૌથી વધારે 2347 સંક્રમિત મળ્યા હતા. માત્ર મુંબઈમાં જ 1595 નવા દર્દી વધ્યા છે. અહીંયા દર્દીઓનો આંકડો 20 હજાર 150 થઈ ચુક્યો છે. મુંબઈ અને પૂણેમાં કેન્દ્રીય સુરક્ષાબળોની તહેનાત શરૂ થઈ ગઈ છે. પૂણેના ઘણા વિસ્તારોમાં સુરક્ષા બળોએ શનિવારે પગપાળા માર્ચ પણ કરી હતી. રાજ્યમાં કોરોનાથી 1198 લોકોના મોત થયા હતા.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ 4464- રાજ્યમાં રવિવારે 206 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા મેના એક સપ્તાહમાં એક દિવસમાં 177 દર્દી મળ્યા હતા. મૃતકોની સંખ્યા 112 થઈ ગઈ છે. રાજ્યમાં બીજા રાજ્યોમાંથી અત્યાર સુધી 16.5 લાખથી વધુ પ્રવાસી પહોંચ્યા છે.

રાજસ્થાન, સંક્રમિતઃ5202- અહીંયા રવિવારે 242 નવા દર્દી મળ્યા હતા. જયપુરમાં 60, જોધપુરમં 43, ડૂંગરપુરમાં 18, ઉદેયપુરમાં 17, પાળીમાં 14, ચુરુમાં 13, રાજસંમદમાં 10, સકરમાં 07, બિકાનેરમાં 05, કોટા અને ઝૂંઝનૂમાં 2 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 13 લોકોના મોત થયા છે. 

દિલ્હી, સંક્રમિતઃ9755- અહીંયા રવિવારે 422 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 19 લોકોના મોત થયા હતા. અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5405 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 4202 દર્દી સાજા થયા છે. 

બિહાર, સંક્રમિતઃ1320- રાજ્યમાં રવિવારે 142 નવા દર્દી સામે આવ્યા હતા. અત્યાર સુધી 473 દર્દી સજા થઈ ચુક્યા છે, જ્યારે 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 10 દિવસ પહેલા રિકવરી રેટ 55% સુધી પહોંચી ગયો હતો, પણ પ્રવાસી મજૂરોના પાછા આવ્યા બાદ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી અને આનાથી રિકવરી રેટ ઘટીને 38% પર આવી ગયો હતો.  

 

adv

Related News

post
post
post
post
post
post
post