• Home
  • News
  • કોરોના દેશમાં:ટેસ્ટિંગ 11 કરોડને પાર, આ વખતે એક કરોડ તપાસ પર સૌથી ઓછા 4.7 લાખ કેસ નોંધાયા
post

આ વખતે એક કરોડ ટેસ્ટિંગ પર માત્ર 4.70 લાખ દર્દી નોંધાયા છે, જે સૌથી ઓછા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 11:52:08

દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ટેસ્ટિંગનો આંકડો 11 કરોડને પાર થઈ ગયો છે. આ વખતે એક કરોડ ટેસ્ટિંગ પર માત્ર 4.70 લાખ દર્દી નોંધાયા છે, જે સૌથી ઓછા છે. 16 સપ્ટેમ્બરે ટેસ્ટિંગનો આંકડો 6 કરોડને પાર પહોંચ્યો હતો. પાંચથી 6 કરોડ ટેસ્ટિંગ વચ્ચે 8.39 લાખ દર્દી નોંધાયા હતા, ત્યાર પછી એમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 82 લાખને પાર થઈ ગયો છે. અત્યારસુધીમાં 82 લાખ 29 હજાર 322 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 75 લાખ 42 હજાર 905 લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 22 હજાર 642 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 5 લાખ 62 હજાર 329 દર્દીની સારવાર ચાલી રહી છે.

કોરોનાં અપડેટ્સ

·         રાજસ્થાન સરકારે રવિવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી, જે પ્રમાણે 30 નવેમ્બર સુધી રાજ્યમાં સ્વિમિંગ પૂલ, સિનેમા હોલ, થિયેટર્સ, મલ્ટિપ્લેક્સ, એન્ટરટેઇનમેન્ટ, પાર્કના ખોલવા પર પ્રતિબંધ યથાવત્ રહેશે. મોટી સંખ્યામાં લોકોના આવવા પર પણ પ્રતિબંધ રહેશે.

·         રાજસ્થાનની નવી લોકડાઉન ગાઈડલાઈન્સ પ્રમાણે, 16 નવેમ્બર સુધી રાજ્યમાં તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસિસ બંધ રહેશે. આ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે.

·         શૂટિંગ રેન્જના નેશનલ કેમ્પમાં એક એથ્લીટ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે કેમ્પમાં ઓલિમ્પિક કોર ગ્રુપ માટે ટ્રેનિંગ ચાલી રહી હતી.

·         કન્નડ એક્ટર દર્શન વિરુદ્ધ કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા અંગે બેંગ્લુરુમાં FIR નોંધાઈ છે. આરઆર નગર વિધાનસભા વિસ્તારમાં તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.

પાંચ રાજ્યની સ્થિતિ
1.
મધ્યપ્રદેશ
રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 1 લાખ 72 હજાર 82 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 723 નવા દર્દી નોંધાયા. 1107 લોકો રિકવર થયા અને 7 લોકોનાં મોત થયાં. અત્યારે 8538 દર્દીની સારવાર ચાલી રહી છે. 1 લાખ 60 હજાર 586 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 2958 દર્દીનાં મોત થયાં છે.

2. રાજસ્થાન
24
કલાકમાં 1754 નવા કેસ નોંધાયા, 1591 લોકો રિકવર થયા અને 10 દર્દીનાં મોત થયાં. અત્યારસુધીમાં 1 લાખ 98 હજાર 747 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 15 હજાર 255 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 81 હજાર 575 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 1917 દર્દીનાં મોત થયાં છે.

3. બિહાર
છેલ્લા 24 કલાકમાં બિહારમાં 777 લોકો સંક્રમિત થયા છે. 1195 લોકો રિકવર થયા અને 7 દર્દીનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 17 હજાર 541 લોકો સંક્રમિત થયા છે, જેમાં 7437 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 9 હજાર 6 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 1097 થઈ ગઈ છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં ટેસ્ટિંગનો આંકડો 90.2 લાખ થઈ ગયો છે, જેમાં 16 લાખ 83 હજાર 775 લોકો સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર 5369 નવા દર્દી નોંધાયા. અત્યારસુધીમાં 15 લાખ 14 હજાર 79 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 25 હજાર 109 દર્દીની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી મરનારનો આંકડો રાજ્યમાં 44 હજાર 24 થઈ ગયો છે.

5. ઉત્તરપ્રદેશ
રવિવારે રાજ્યમાં 1969 નવા કેસ નોંધાયા, 2388 લોકો રિકવર થયા અને 26 સંક્રમિતોનાં મોત થયાં. અત્યારસુધીમાં 4 લાખ 83 હજાર 832 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે. રાહતની વાત એ છે કે આમાં 4 લાખ 53 હજાર 458 લોકો પણ સાજા થઈ ચૂક્યા છે. હાલ 23 હજાર 323 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 7 હજાર 51 દર્દીનાં મોત થયાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post