• Home
  • News
  • વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ કહ્યું- કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું જરૂરી; વુહાનમાં શુ થયું હતુ તેની તપાસ કરશુ
post

વેક્સીન બનાવતી બાયોટેક કંપની મૉડર્નાનો દાવો તેમને બનાવેલી વેક્સિન 94.1% સુધી અસરકારક

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-02 11:26:27

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અલોમ ઘેબ્રેયસસનું કહેવું છે કે કોરોના વાઈરસ ક્યાંથી આવ્યો તે જાણવું જરૂરી છે. આ અંગે WHO નું વલણ તદ્દન સ્પષ્ટ છે. આમ કરી અમે ભવિષ્યમાં થનારી આ પ્રકારની સમસ્યાને અટકાવી શકવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે અમે તેનો સોર્સ જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ માટે ચીનના વુહાનથી અભ્યાસ શરૂ કરવામાં આવશે. અમે માહિતી મેળવશું કે અહીં શુ થયુ હતું. આ ઉપરાંત એ પણ જોવામાં આવશે કે નિષ્કર્ષ પર પહોંચવામાં અન્ય કયા માર્ગો છે.

યુરોપમાં હવે સૌથી વધારે મૃત્યુ થઈ રહ્યા છે
કોરોનાથી સૌથી વધારે મૃત્યુ હવે યુરોપમાં થઈ રહ્યા છે.અહી દરરોજ 3-4 હજાર લોકો સંક્રમણને લીધે મૃત્યુ પામી રહ્યા છે. અહીં ઈટાલી, પોલેન્ડ, રશિયા, યુકે, ફ્રાંસ સહિત 10 દેશ એવા છે કે જ્યાં દરરોજ 100થી 700 લોકો જીવ ગુમાવી રહ્યા છે. યુરોપના 48 દેશોમાં અત્યાર સુધીમાં સંક્રમણથી 3.46 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે.

દરરોજ થતા મૃત્યુની બાબતમાં બીજા નંબર પર ઉત્તર અમેરિકા અને ત્રીજા નંબર પર એશિયા છે. ઉત્તર અમેરિકામાં દરરોજ 1500થી 2000 દર્દીના મૃત્યુ થઈ રહ્યા છે. જ્યારે એશિયામાં દરરોજ 1400થી 1800 લોકો જીવ ગુમાવી રહ્યા છે.

અમેરિકામાં 50 લાખ અને ફ્રાંસમાં 20 લાખ એક્ટિવ કેસ
અમેરિકામાં અત્યારે સૌથી વધારે 50 લાખ એક્ટિવ કેસ છે. એટલે કે એવા દર્દી કે જેમની સારવાર ચાલી રહી છે. ફ્રાંસમાં એવા દર્દીની સંખ્યા 20 લાખ, ઈટાલીમાં 7.94 લાખ, બ્રાઝીલમાં 5.63 લાખ એક્ટિવ કેસ છે. ભારતમાં આ આંકડો 4.46 લાખ છે.

દુનિયામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમેરિકામાં સ્થિતિ ગંભીર છે.જાન્યુઆરી(પહેલો કેસ સામે આવ્યા પછી)પછીથી પહેલી વખત 2 લાખ કેસ નોંધાયા છે. સાથે જ દેશના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર ડો. એન્થની ફોસીએ સતત બીજી લહેર આવવાની ચેતવણી આપી છે.NCB ન્યૂઝ ચેનલના એક પ્રોગ્રામમાં ફોસીએ કહ્યું કે, અચાનકથી કંઈ નહીં બદલાય. જોકે, હાલ પણ મોડું નથી થયું. લોકો થેક્સગિવિંગની રજા ઉજવીને પાછા આવી રહ્યાં છે. તમામે માસ્ક પહેરે મોટા ગ્રુપ બનાવે અને સોશિયલ ડિસટન્સીંગ યથાવત રાખે.

તો બીજી તરફ કોરોનાની વેક્સીનને લઈને રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની બૉયોટેક કંપની મૉડર્નાએ દાવો કર્યો છેકે, તેમણે બનાવેલી વેક્સિન કોરોના દર્દીઓને બચાવવામાં 94.1% સુધી અસરકારક છે. આ દાવો લાસ્ટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલના પરિણામોના આધારે કરવામાં આવ્યો છે. આ વેક્સિન 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 30 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે.

કાર્ગો કેરિયર લુફથાનસાએ વિશ્વભરમાં કોવિડ-19 વેક્સિનના સપ્લાઈ માટે કામગીરી હાથ ધરી
ફ્રેંકફર્ટ એરપોર્ટ પરના કૂલ વેરહાઉસિસના ફ્રીઝનો ડ્યુશ લુફથાનસા એજી કોરોના વેક્સિનના સેંકડો ડોઝનું એરલિફ્ટીંગ કરવાની કામગીરી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. લુફથાનસા કે જે વિશ્વની સૌથી મોટી કાર્ગો કેરિયર્સ પૈકીની એક છે તેણે એપ્રિલ મહિનામાં જ ફાઈઝર ઈન્કથી લઈ મોડર્ના ઈન્ક અને એસ્ટ્રાજેનેકા પીએલસી દ્વારા તૈયાર કરવામાં આવનારી વેક્સિનના ડોઝના એરલિફ્ટમાં સામેલ થવા અગાઉથ જ તૈયારી શરૂ કરી દીધી હતી.

વર્તમાન સમયમાં 20 સભ્યની ટાસ્ક ફોર્સ એરલાઈનના 15 બોઈંગ કો.777 અને એમડી-11 ફ્રેઈટર્સને આ અત્યંત મહત્વના કાર્યમાં કેવી રીતે અસરકારક રીતે કામ પર લગાડી શકાય છે તેની યોજના પર આગળ વધી રહી છે. અમે કામને કેવી રીતે વધારે ઉચ્ચસ્તર પર લઈ જઈએ તે બાબત મહત્વની છે, તેમ વૈશ્વિક પ્રયત્નોનો ભાગ લુફ્થાન્સાનું નેતૃત્વ કરી રહેલા થોર્સ્ટન બ્રાઉને જણાવ્યું હતું. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર એલેક્ઝાન્ડર ડી જુનિયેકે જણાવ્યું હતું કે આ અત્યાર સુધીનું સૌથી વિશાળ અને સૌથી જટિલ પરિવહન કામગીરી હશે.

IATAના અંદાજ પ્રમાણે 110 ટન ક્ષમતાના બોઇંગ 747 વાહકોને એરલિફ્ટ માટે 8,000 જેટલા લોડની જરૂર પડી શકે છે, જેના મારફતે બે વર્ષમાં આશરે 14 અબજ ડોઝનો સપ્લાઈ પૂરો પાડવાનો રહેશે, એટલે કે પૃથ્વી પર રહેલા પુરુષ, મહિલા અને બાળકો દરેકને બે ડોઝની ગણતરીના આધારે આ પરિવહનની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

ચીનઃ વાઈરસ અંગે નવો પ્રોપેગેન્ડા ફેલાઈ રહ્યો છે
આખી દુનિયામાં કોરોના વાઈરસ ચીનના વુહાનથી જ ફેલાયો છે. હવે ચીન નવો પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યો છે. ચીની મીડિયા આ વાતને વધારી ચઢાવીને કહી રહ્યું છે કે, વાઈરસ ચીનમાંથી નથી ફેલાયો. તેમના દેશમાં આ વાઈરસ ફ્રોઝન ફુડ્સ દ્વારા કોઈ બહારના દેશમાંથી આવ્યો હતો.પીપલ્સ ડેલીસહિત ઘણા ચીની છાપાના પ્રમાણે તમામ પુરાવા એ વાત તરફ ઈશારો કરે છે કે કોરોના વાઈરસ આઉટબ્રેક વુહાનમાં નથી થયો. ચીનના પૂર્વ ચીફ એપિડેમિયોલોજિસ્ટ ઝેન્ગ ગુઆંગનું કહેવું છે કે વુહાનમાં વાઈરસની ખબર પડી, પણ ત્યાં પેદા નથી થયો.

 

adv

Related News

post
post
post
post
post
post
post