• Home
  • News
  • ‘ભારતમાં કોરોનાથી વધુ સુરક્ષિત છીએ’ કહી ઘણા અમેરિકન ગુજરાતમાં રોકાયા
post

265 બ્રિટિશ, 166 અમેરિકીને બુધવારે વિશેષ ફ્લાઇટમાં સ્વદેશ મોકલાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:32:20

અમદાવાદ. અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના કારણે ફસાયેલા બ્રિટિશ નાગરિકો તેમજ અમેરિકન નાગરિકોને તેમના સ્વદેશ મોકલવા માટે બુધવારે અમદાવાદથી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ હતી,  જેમાં બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં 265 પેસેન્જરોને લંડન મોકલાયા હતા, જ્યારે એર ઇન્ડિયાની બે ફ્લાઇટમાં 166 અમેરિકન નાગરિકોને મુંબઈ મોકલાયા હતા. ત્યાંથી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઈટમાં આ તમામને અમેરિકા મોકલાશે. જોકે કેટલાક અમેરિકનોએ જવાનું ટાળ્યું હતું. તેમનું માનવું હતું કે, કોરોનાથી તેઓ અમેરિકા કરતાં ભારતમાં વધુ સુરક્ષિત છે.


બીજી ફ્લાઇટ 93 પેસેન્જરો સાથે સાંજે રવાના થઈ
બુધવારે અમેરિકન નાગરિકોને એરઇન્ડિયાની બે ફ્લાઇટમાં અમદાવાદથી મુંબઈ મોકલાયા હતા. એર ઇન્ડિયાની પહેલી ફ્લાઈટ સાંજે 4.30 વાગે 73 પેસેન્જરો સાથે મુંબઈ રવાના થઈ હતી. જ્યારે બીજી ફ્લાઇટ 93 પેસેન્જરો સાથે સાંજે 4.45 વાગે મુંબઈ જવા રવાના થઈ હતી. જોકે અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો અને મૃત્યુદરનું પ્રમાણ પણ વધ્યું હોવાને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં રોકાયેલા ઘણા અમેરિકન નાગરિકોએ અમેરિકા કરતા ભારતમાં વધુ સુરક્ષિત હોવાનું જણાવી બુધવારે અમેરિકા માટે જઈ રહેલી વિશેષ ફ્લાઈટમાં જવાનું ટાળ્યું હતું.  

adv

Related News

post
post
post
post
post
post
post