• Home
  • News
  • ટેસેન્ટના લીક રિપોર્ટમાં ઘટસ્ફોટ, ચીનમાં 25 હજાર મોત, 1.54 લાખને ચેપ
post

સરકારે કડકાઈ કરી તો કંપનીએ રિપોર્ટ બદલ્યો, નવા રિપોર્ટમાં 304 મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-07 08:47:42

બેજિંગ: ચીનમાં કોરોના વાઇરસના કરાણે મૃતકોનો આંકડો 563 સુધી પહોંચી ગયો છે. જોકે, વાઇરસનો ચેપ અત્યાર સુધી 28 હજાર લોકોને લાગ્યો હોવાનું કહેવાય છે. થોડા દિવસમાં વાઇરસથી પીડાતા લોકોની સંખ્યા 35% વધી ગઈ છે. જો ચીનની ટેસેન્ટ ટેક્નોલોજી કંપનીના લીક રિપોર્ટને સાચો માનીએ તો, વાઇરસથી અત્યાર સુધી 25 હજારના મોત થઈ ચૂક્યા છે. માહિતી ત્યારે આવી છે, જ્યારે ચીનમાં કોરોના વાઇરસને લઈને ખોટી માહિતી ફેલાવવા મુદ્દે ચીન સરકારે મોતની સજાની જાહેરાત કરી છે.


સરકારની કડકાઈ પછી કંપનીએ વેબપેજ પર રિપોર્ટ અપડેટ કરી દીધો

ટેસેન્ટના કહેવા પ્રમાણે, ચીનમાં 1,54,023 લોકોમાં વાઇરસ પહોંચી ગયો છે. આંકડા સરકારી આંકડાથી 80% વધુ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સરકારની કડકાઈ પછી કંપનીએ વેબપેજ પર રિપોર્ટ અપડેટ કરી દીધો છે. તેમાં કોરોનાવાઇરસથી 304 મોત અને 14,446ને ચેપ લાગ્યો હોવાનું દર્શાવ્યું છે.

સૌથી પહેલો કોરોના વાઈરસ શોધનારા ડોક્ટરનું મોત
ચીનમાં સૌથી પહેલો કોરોના વાઈરસ શોધનારા ડોક્ટર લી વેનલિયાંગનું તેના ચેપથી મોત થઈ ગયું છે. 34 વર્ષીય લી આઠ વ્હિસલ બ્લોઅર પૈકીના એક હતા, જેમણે ડિસેમ્બરમાં વુહાનમાં વાઈરસના ચેપ વિશે મેસેજિંગ એપ વી ચેટ પર જાણકારી આપીને સનસનાટી મચાવી દીધી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post