• Home
  • News
  • કોરોનાએ ગણિત બગાડ્યું:કોરોનાને કારણે અમેરિકી બાળકો ગણિતમાં નબળાં પડ્યાં, પરિણામ 10% સુધી ઘટ્યું, 25% બાળકોએ પરીક્ષા ન આપી
post

શિક્ષણ સાથે સંકળાયેલી NWEએ ત્રીજાથી આઠમા ધોરણ સુધીનાં 44 લાખ બાળકોનું મૂલ્યાંકન કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-03 11:10:35

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોનાને લીધે શિક્ષણ સંબંધિત સ્થિતિ પણ અત્યંત ગંભીર થઈ ચૂકી છે. શિક્ષણ સાથે સંકળાયેલી 40 વર્ષ જૂની સંસ્થાએ તાજેતરમાં હાથ ધરેલા એક સરવેમાં નોંધ્યું કે ધો.1થી 8મા સુધીના બાળકોની શીખવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. એનડબ્લ્યુઈએ નામની આ સંસ્થાએ અમેરિકાનાં 3થી 8મા ધોરણ સુધીનાં 44 લાખ બાળકોનું મૂલ્યાંકન કર્યું.

રિપોર્ટમાં જાણ થઈ કે બાળકો સૌથી વધુ ગણિતમાં નબળાં પડ્યાં છે. જોકે મોટા ભાગનાં બાળકો એ જ ઝડપે અભ્યાસ શીખી રહ્યાં છે જેવું તે કોવિડના દોરથી પહેલાં શીખી રહ્યાં હતાં. આટલું જ નહીં 2019ની તુલનાએ ચાલુ વર્ષે 25% બાળકો એવાં છે જેમણે પરીક્ષા જ નહોતી આપી. સંસ્થાના રિસર્ચર મેગન કુફેલ્ડે જણાવ્યું કે મોટા ભાગના જિલ્લાઓમાં ઓનલાઈન ક્લાસ ચાલવા છતાં નાના બાળકોની ગેરહાજરી અનપેક્ષિત દરે વધી છે. તે ક્લાસ જ અટેન્ડ નથી કરી રહ્યાં. જે બાળકોએ 2020માં પરીક્ષાઓ આપી છે તેમનાં પરિણામ 2019ની તુલનાએ અત્યંત ખરાબ છે. એકલા ગણિતમાં રિઝલ્ટ 10 ટકા ઘટી ગયું છે. સંસ્થાના સીઈઓ ક્રિસ મિનિશે જણાવ્યું કે વાંચન-લેખનની ક્ષમતા તો મોડા-વહેલા સુધરી જ જાય છે પણ જો ગણિતમાં બાળકોને શરૂઆતના તબક્કે તકલીફ પડે તો તે આગળ પણ યથાવત્ રહે છે.

એક સમય એવો પણ આવે છે કે બાળકોના મનમાં ગણિત પ્રત્યે ભય પેદા થઈ જાય છે અને તે હંમેશા માટે નબળાં થઈ જાય છે. જો અમેરિકામાં અંગ્રેજી મુખ્ય ભાષા છે એટલા માટે તેમના અંગ્રેજીનાં પરિણામ તો 2019 જેવાં જ રહ્યાં હતાં.

અશ્વેત અને ગરીબ બાળકોનાં પરિણામ બગડ્યાં, ઈન્ટરનેટની ધીમી સ્પીડ અવરોધ બની
રેનેસાં નામની વધુ એક સંસ્થાએ 1થી 8મા ધોરણમાં ભણતાં 50 લાખ બાળકો પર સરવે હાથ ધર્યો. તેનો રિપોર્ટ જણાવે છે કે કોવિડને લીધે અભ્યાસમાં બાળકો 12 અઠવાડિયાં પાછળ ચાલી રહ્યાં છે. સૌથી વધુ અસર અશ્વેત બાળકો પર થઈ છે. તેમાં આફ્રિકી, હિસ્પેનિક અને અમેરિકી મૂળનાં ભારતીય બાળકો પણ સામેલ છે.

એવાં બાળકોની ગેરહાજરી સૌથી વધુ વધી જે ગરીબ પરિવારોમાંથી આવે છે. કેલિફોર્નિયાના સેન્ટ જોકિન જિલ્લાના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ આન્દ્રે પેસિના કહે છે કે અભ્યાસનું નુકસાન ન થાય એટલા માટે દરેક બાળકને ડિવાઈસ અપાયા પણ ધીમી ઈન્ટરનેટ સ્પીડને કારણે બાળકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post