• Home
  • News
  • ચીન બાદ કોરોના વાઈરસથી ઈટલીમાં હાહાકાર, એક દિવસમાં 133 લોકોના મોત થયાઃ કુલ મૃત્યુઆંક 366 થયો
post

દક્ષિણ કોરિયામાં અત્યારે 7,313 કેસ સામે આવ્યા છે અને રવિવારે સંક્રમણની ઝડપ ધીમી પડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 10:25:18

ઈટલી : ઈટલી કોરોના વાઈરસથી મૃત્યુની ઘટનામાં વિશ્વમાં બીજુ સ્થાન પર છે. ચીનમાં સૌથી વધારે મોત થયા છે. ઈટલી બાદ દક્ષિણ કોરિયાનું નામ છે, જ્યાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈટલી નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે હાર્ડબોન લોમ્બાર્ડી ક્ષેત્રમાં સૌથી વધારે મોત થયા હોવાનું સામે આવ્યું છે. અહીં મૃત્યુઆંક લગભગ ત્રણ ગણો છે. રવિવારે વધુ 133 લોકોના મોત થતા ઈટલીમાં કુલ મૃતકોની સંખ્યા 366 થઈ ગઈ છે.
ઈટલીમાં ચીનની બહાર સૌથી વધારે મોત થયા છે. એક જ દિવસમાં કોરોના વાઈરસના સંક્રમણના દર્દી 1,492 વધી 7,375 થઈ ગયા છે. બીજીબાજુ દક્ષિણ કોરિયામાં અત્યારે 7,313 કેસ સામે આવ્યા છે અને રવિવારે સંક્રમણની ઝડપ ધીમી પડી છે.

 

1.6 કરોડ લોકોને લોકડાઉનમાં રાખવાનો આદેશ

ઇટલીના વડાપ્રધાન જુસેપી કોન્તેએ 14 પ્રાંતમાં લોકડાઉનનું હુકમનામું બહાર પાડ્યું છે. ઈટલીના લોમ્બાર્ડી અને 14 કેન્દ્રીય અને ઉત્તર ઈટલીના પ્રાંતમાં રહેતા લોકોને પ્રવાસ કરવા માટે હવે ખાસ પરવાનગી લેવી પડશે. આ હુકમનામાની અસર મિલાન અને વેનિસ પર પણ પડશે. વડાપ્રધાન જુસેપી કોન્તેએ શાળાઓ, જીમ, મ્યૂઝિયમ, નાઇટક્લબ અને અન્ય જગ્યાઓને લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. આ લોકડાઉન 3 એપ્રિલ સુધી લાગુ રહેશે. ઈટલીમાં અત્યાર સુધી 7375 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. યુરોપમાં સૌથી વધારે કેસ ઈટલીમાં સામે આવ્યા છે. શનિવારે કેસની સંખ્યામાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો હતો. 366 લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે.

 

નવા આદેશ પ્રમાણે ઇમરજન્સી સિવાય કોઇ લોકો ક્યાંય અવર-જવર કરી શકશે નહીં. લોમ્બાર્ડી અહીંનો એક પ્રમુખ વિસ્તાર છે જ્યાં 1 કરોડ લોકો રહે છે. આ વિસ્તારમાં મિલાન પણ એક મુખ્ય શહેર છે. તે સિવાયના 14 પ્રાંતોમાં મોડેના, પાર્મા, પિઆસેન્ઝા, રેઝિયો એમીલીયા, રિમિની, પેસારો અને અર્બિનો, એલેસાન્દ્રિયા, અસ્તી, નોવારા, વર્બેનો ક્યૂસીયો ઓસોલા, વર્સેલી, પેડુઆ, ટ્રેવીસો અને વેનિસનો સમાવેશ થાય છે. લોકડાઉનમાં અમુક ઇમરજન્સી સેવાઓને લગતા અધિકારીઓ અને કામગીરી બાબતે છૂટછાટ આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post