• Home
  • News
  • ટ્રમ્પથી લઈને બ્રિટનના પ્રિન્સ કરી રહ્યા છે નમસ્તે, આબેએ મુઠ્ઠી વાળીને સ્વાગત કર્યુ
post

પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહીએ પણ અભિવાદન માટે ભારતીય પરંપરાની નમસ્તે પદ્ધતિ અપનાવવાની વાત કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-13 11:42:08

 

વોશિંગ્ટન/લંડન: કોરોના વાઈરસના ઈન્ફેક્શનના ડરથી સમગ્ર દુનિયામાં લોકોની અભિવાદનની રીત બદલાઈ છે. લોકો તેમના પારંપારિક સ્વાગતની રીત છોડીને નમસ્તે અને કોણી મીલાવવા જેવી બીજી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આની અસર માત્ર સામાન્ય લોકો ઉપર જ નહીં પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષો ઉપર પણ જોવા મળી રહી છે. વોશિંગ્ટનમાં ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરે નમસ્તે કરીને અભિવાદન કર્યું. બીજી બાજુ બંકિઘમ પેલેસમાં પણ પ્રિન્સ ચાર્લ્સ પણ નમસ્તે કરતાં દેખાયા હતા.

 

ટ્રમ્પ અને આયરલેન્ડના વડાપ્રધાન લિયોની વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. તેમાં જ્યારે મીડિયાએ પૂછ્યું કે શું તેઓ હાથ મીલાવશે? ત્યારે વરાડકરે હાથ જોડીને નમસ્તે કર્યું હતું. ટ્રમ્પે પણ એવું જ કર્યું હતું. આ પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહીએ પણ અભિવાદન માટે ભારતીય પરંપરાની નમસ્તે પદ્ધતિ અપનાવવાની વાત કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post