• Home
  • News
  • Coronavirus ના વધતા પ્રકોપથી દુનિયાભરમાં હડકંપ, આ દેશે ભારતીયો પર લગાવ્યો ટ્રાવેલ બેન
post

ભારતમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ ભયંકર રીતે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાંથી બે દિવસ તો કોરાનાના પ્રતિ દિન એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-08 09:55:51

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ ભયંકર રીતે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાંથી બે દિવસ તો કોરાનાના પ્રતિ દિન એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. 

પોતાના દેશ પરત ફરી રહેલા ન્યૂઝીલેન્ડના નાગરિકો ઉપર પણ રોક
સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ ન્યૂઝીલન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ભારતથી આવતા તમામ મુસાફરો માટે પ્રવેશ પર રોક લગાવી છે. જેમાં ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ સામેલ છે. જે ભારતથી પોતાના દેશ પાછા ફરી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગુ રહેશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post