• Home
  • News
  • કોરોના દુનિયામાં:ફ્રાંસમાં એપ્રિલથી જૂન 2021 સુધી વેક્સિનેશન કેમ્પેન ચાલશે; 24 કલાકની અંદર નોર્થ અમેરિકામાં સૌથી વધુ દર્દીઓ મળ્યા
post

દુનિયામાં અત્યારસુધીમાં 6.37 કરોડથી વધારે સંક્રમિત, 14.77 લાખ લોકોનાં મોત થયાં છે, 4.41 કરોડ સ્વસ્થ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-02 11:03:22

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મંગળવારે જાહેરાત કરી કે એપ્રિલથી જૂન 2021 સુધી દેશમાં રાષ્ટ્રીય સ્તરે વેક્સિનેશન કેમ્પેન ચલાવવામાં આવશે. આ દરમિયાન દેશના તમામ લોકો સુધી સરકાર વેક્સિન પહોંચાડશે. મેક્રોને કહ્યું હતું કે 2021ની શરૂઆતમાં હાઈ રિસ્કવાળા લોકોને વેક્સિનેશનનો ફાયદો આપવામાં આવશે, જેમાં ડોકટર્સ, હેલ્થ સ્ટાફ, પોલીસ અને પબ્લિક કનેક્ટિવિટી રાખનારા સરકારી કર્મચારીઓ સામેલ હશે. સામાન્ય લોકો માટે વેક્સિનેશનલ કેમ્પેન ચલાવવામાં આવશે. જેને એપ્રિલમાં શરૂ કરવામાં આવશે. આ કેમ્પેન દરમિયાન દરેક લોકોને વેક્સિન લગાડવામાં આવશે.

યુરોપની તુલનાએ નોર્થ અમેરિકામાં વધ્યા દર્દી
છેલ્લાં 24 કલાકના આંકડા પર નજર કરીએ તો યુરોપની તુલનાએ નોર્થ અમેરિકામાં સૌથી વધુ દર્દીઓ મળ્યા. યુરોપમાં સોમવાર-મંગળવારની વચ્ચે 1.53 લાખ કેસ વધ્યા. નોર્થ અમેરિકામાં 1.78 લાખ નવા દર્દીઓ મળ્યા. એશિયાના 49 દેશોમાં મળીને 1.16 લાખ નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. આ વચ્ચે અહીં 1500 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વિશ્વમાં દર્દીઓનો આંકડો 6.37 કરોડ
દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 6.37 કરોડને પાર થઈ ગયો છે. 4 કરોડ 41 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં 14 લાખ 77 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે.

વિયેતનામમાં ફરી સંક્રમણ ફેલાવવાનું જોખમ
વિયેતનામમાં અંદાજે 3 મહિના પછી લોકલ ટ્રાન્સમિશન, એટલે કે સ્થાનિક સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે. પહેલી લહેરમાં જે દેશોમાં કોરોના વાઈરસ પર કાબૂ મેળવી શકાયો હતો એમાં વિયેતનામ મહત્ત્વના સ્થાને હતું.
કોરોના વાઈરસ પર ખૂબ સરસ રીતે નિયંત્રણ મેળવી લેનારા દેશોમાં વિયેતનામનું ઉદાહરણ આપવામાં આવતું હતું. હવે અહીં સંક્રમણની બીજી લહેરના સંકેતો મળી રહ્યા છે. દેશની હેલ્થ મિનિસ્ટ્રીએ સોમવારે રાતે કહ્યું હતું કે અહીં ત્રણ મહિના પછી લોકલ ટ્રાન્સમિશનનો પહેલો કેસ સામે આવ્યો છે. માનવામાં આવે છે કે આ કેસ દેશની સૌથી વધુ વસતિ ધરાવતા શહેર ચી મિન્હનો છે. હવે અહીં પહેલાંની જેમ કડક રીતે ટ્રેક એન્ડ ટ્રેસનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ક્વોરન્ટીન સુવિધાને પણ ફરી વખત એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.


હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું- અસ્થાયી રીતે અમુક વિસ્તારોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન માત્ર એ વિસ્તારમાં લગાવવામાં આવ્યું છે, જ્યાં એક દર્દી પોઝિટિવ નોંધાયો છે. માનવામાં આવે છે કે તે 12થી વધુ લોકોના સંપર્કમાં આવ્યો હતો. આ દરેક લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. મહામારી શરૂ થયા પછીથી અત્યારસુધીમાં વિયેતનામમાં કુલ 1347 કેસ નોંધાયા છે. 35 લોકોનાં મોત થયાં છે. દેશની જનસંખ્યા અંદાજે 95 લાખ છે.

ચીને કિમ જોંગ ઉનને વેક્સિન આપી
અમેરિકાના એક એનાલિસ્ટે દાવો કર્યો છે કે ચીને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને તેમના પરિવારને વેક્સિન આપી છે. અમેરિકન એનાલિસ્ટે આ દાવો જાપાનના બે ઈન્ટેલિજન્સ રિપોર્ટના આધારે કર્યો છે. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે નોર્થ કોરિયામાં ઘણા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે આ વાતે હજી કોઈ સ્પષ્ટીકરણ કરાયું નથી. હજી એવો પણ ખુલાસો થયો નથી કે નોર્થ કોરિયામાં ચીને કઈ કંપનીની અને કઈ વેક્સિન આપી છે.
નોર્થ કોરિયાએ કોઈ નવા સંક્રમિત કેસનો ઘટસ્ફોટ પણ નથી કર્યો, પરંતુ સાઉથ કોરિયાનાં ખાનગી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નોર્થ કોરિયામાં મોટે પાયે સંક્રમણ થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે તે લોકો ચીનની સંપર્કમાં વધારે છે.

સ્કૉટ એટલસનું રાજીનામું
ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના વાયરસ બાબતોના સ્પેશિયલ એડવાઇઝર સ્કૉટ એટલસે રાજીનામું આપી દીધું છે. તેઓ ચાર મહિના પહેલાં જ આ પદ પર નિયુક્ત થયા હતા. એટલસની શરૂઆતથી જ નિંદા થતી હતી. તેઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી જરૂરી બાબતોની હંમેશા ઉપેક્ષા જ કરી. એક વખત એટલસે અમેરિકામાં કોરોનાથી થયેલા મોત પર પણ સવાલ ઊભા કરી દીધા હતા. એટલસ વ્યવસાયે ન્યુરોલોજિસ્ટ છે અને ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે.

અમેરિકન્સને મળી શકે છે રાહત
અમેરિકામાં ક્રિસમસ પહેલાં વેક્સિન શરૂ થઈ શકે છે. હેલ્થ સેક્રેટરી એલેક્સ અજારે સોમવારે કહ્યું હતું કે ફાઈઝર કંપનીની વેક્સિનને ઝડપથી મંજૂરી મળી શકે છે. આ વિશે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને એફડીએ ઓફિસરો વચ્ચે વાતચીત ચાલી રહી છે. એફડીએ જ વેક્સિનને મંજૂરી આપશે. હાલ કંપની અને હેલ્થ ઓફિસરો વચ્ચે વાતચીત ચાલી રહી છે. ફાઈઝરનો દાવો છે કે તેમની વેક્સિન 94.1 ટકા ઈફેક્ટિવ છે.

ફ્રાન્સમાં 4 હજારથી વધારે કેસ
યુરોપીય દેશોમાં સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. ફ્રાન્સમાં સોમવારે કુલ 4,005 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 406 સંક્રમિતનાં મોત થયાં છે.

કોલબિંયા બોર્ડર નહીં ખોલે
કોલંબિયા સરકારે સોમવારે ફરી સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં સંક્રમણનું જોખમ ઓછું નથી થયું. દરેક સીમા 16 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે. સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે જે કડક પ્રતિબંધો લગાવ્યા હતા એનું અમને સારું પરિણામ મળી રહ્યું છે અને અમે નથી ઈચ્છતા કે આ મહેનત ખરાબ થાય. તેથી હાલ બોર્ડર ખોલવાનો નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. 16 જાન્યુઆરી પહેલાં બોર્ડર ખોલવામાં આવશે નહીં.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

13,919,870

274,332

8,222,879

ભારત

9,463,254

137,659

8,888,595

બ્રાઝિલ

6,336,278

173,165

5,601,804

રશિયા

2,295,654

39,895

1,778,704

ફ્રાન્સ

2,222,488

52,731

162,281

સ્પેન

1,664,945

45,069

આંકડા નથી

યુકે

1,629,657

58,448

આંકડા નથી

ઈટાલી

1,601,554

55,576

757,507

આર્જેન્ટિના

1,424,533

38,730

1,257,227

કોલંબિયા

1,316,806

36,766

1,210,489

 

adv

Related News

post
post
post
post
post
post
post