• Home
  • News
  • ચીનમાં ફેકટરીઓ બંધ થવાથી ભારતમાં પેરાસીટામોલની કિંમતમાં 40 ટકાનો વધારો
post

બેકટરિયા ઈન્ફેક્શનમાં વપરાતી એન્ટીબાયોટિક એઝિથ્રોમાઈસીનની કિંમત 70 ટકા વધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 11:09:39

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસનું સંક્રમણ વધવાની અસર ચીનની સાથે-સાથે ભારતમાં પણ જોવા મળી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ચીનમાંથી આવતા સપ્લાઈ પર અસર થવાના પગલે ભારતમાં પેરાસીટામોલ દવાની કિંમત 40 ટકા વધી ગઈ છે. ઝાયસ કેડિલાના ચેરમેન પંકજ પટેલનું કહેવું છે કે બેકટેરિયા ઈન્ફેક્શનની સારવારમાં વપરાતી એન્ટીબાયોટિક એઝીથ્રોમાઈસીનની કિંમત 70 ટકા વધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો અગામી મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં સપ્લાઈ શરૂ ન થયો તો સમગ્ર ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ઈન્ગ્રીડીઅન્ટ્સની કમી થઈ શકે છે.

ત્રણ વર્ષમાં ચીન પરની નિર્ભરતા 23 ટકા વધી

એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રીડિએન્ટ્સ(API)ની આયાત માટે ભારતની ચીન પરની નિર્ભરતા ઘણી વધુ છે. કોઈ પણ દવાને બનાવવા માટે API સૌથી મહત્વની વસ્તુ છે. ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ કમર્શિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટસ્ટિક્સના જણાવ્યા મુજબ 2016-17માં ભારતે API સેગમેન્ટમાં 19,653.25 કરોડ રૂપિયાની આયત કરી, તેમાં ચીનનો હિસ્સો 66.29 ટકા રહ્યો. 2017-18 દરમિયાન ભારતની આયાત 21,481 કરોડ રૂપિયા રહી અને ચીનનો હિસ્સો વધીને 68.36 ટકા થયો. 2018-19માં API અને બલ્ક ડ્રગ આયાત 25,552 કરોડ રૂપિયા થઈ ગઈ. 2016-17થી લઈને અત્યાર સુધીમાં ફાર્મા સેકટરમાં ભારતની ચીન પરની નિર્ભરતામાં 23 ટકાનો વધારો થયો છે.

વિશ્વમાં જેનરિક દવાઓ પુરી પાડવા માટે ભારત સૌથી મોટું બજાર

કોરોનાવાઈરસના સંક્રમણના કારણે ચીનમાં ફેકટરીઓ બંધ છે. આ કારણે વિશ્વમાં સપ્લાઈને અસર થઈ છે. ભારત જેવા ઘણાં દેશો રો-મટિરિયલ અને ઈન્ગ્રીડિએન્ટ્સ માટે ચીન પર વધુ નિર્ભર છે. પટેલનું કહેવું છે આવનારા સમયમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રીડિએન્ટ્સની કિંમતો ઝડપથી વધી શકે છે. વિશ્વમાં જેનેરિક દવાઓ પુરી પાડવાના મામલામાં ભારત સૌથી મોટું બજાર છે. અમેરિકાના બજારને ડ્રગ્સ પુરી પાડનાર 12 ટકા મેન્યુફેકચરિંગ સાઈટ્સ ભારતમાં છે. ભારત ફાર્મા ઈન્ગ્રીડિએન્ટ્સ પૈકીની 80 ટકા પ્રોડક્ટ્સ ચીનમાંથી આયાત કરે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post