• Home
  • News
  • કોરોનાવાઈરસ: દુનિયાભરમાં 225 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ, ભારતના કુલ જીડીપી કરતાં પણ વધુ
post

એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા US, સહિત તમામ દેશોએ પ્રોત્સાહન પેકેજ જારી કર્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-21 12:38:51

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાઈરસથી થઈ રહેલા માનવીય અને આર્થિક નુકસાનને પહોંચી વળવા સરકારો અનેક પ્રકારનાં પ્રોત્સાહન પેકેજ જારી કરી રહી છે. અનેક સ્થળે રાહતની જાહેરાત થવાની છે. અત્યાર સુધી એશિયા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત તમામ દેશોએ લગભગ 225 લાખ કરોડ રૂપિયા(3 ટ્રિલિયન ડોલર)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ 2008ની વૈશ્વિક મંદીથી પણ મોટું ઈમરજન્સી આર્થિક રાહત પેકેજ છે. ભારતના કુલ જીડીપી લગભગ 2.94 ટ્રિલિયન ડોલરથી પણ તે વધુ છે. કોરોનાથી પેદા થયેલ લૉકડાઉનની સ્થિતિ વૈશ્વિક અર્થતંત્રને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહી છે.  તાજેતરમાં યુરોપિયન સેન્ટ્રલ બેન્ક(ઈસીબી)એ પેનડેમિક ઈમરજન્સી પરચેઝ પ્રોગ્રામ હેઠળ 82,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. તે હેઠળ મોટા પાયે સરકારી અને કોર્પોરેટ બ્રાન્ડની ખરીદી કરાશે. જેથી બજારમાં રોકડ પ્રવાહ વધે. અર્થતંત્રમાં રોકડ વધવાથી ખરીદી એટલે કે માગ વધશે.


ઓસ્ટ્રેલિયાએ 1.30 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી
યુએસ ફેડરલ રિઝર્વે રાહત માટે વ્યાજદર શૂન્ય કર્યો છે. સાથે જ ઇકોનોમીને તેજીમય કરવા માટે 70,000 કરોડ ડોલરનું પેકેજ જારી કરાયું છે. હાલ અમેરિકી સરકાર 74 લાખ કરોડ રૂપિયાના વધુ પેકેજ આપવાની તૈયારી કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ 1.30 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. સાથે જ તેનો સામનો કરવા માટે 240 કરોડ ડોલરનું હેલ્થ પેકેજ પણ જારી કર્યું છે. 3 કરોડ ડૉલર જાગૃકતા અભિયાન પર ખર્ચ કરી રહ્યું છે. 


ચીનમાં સૌથી વધુ નુકસાન પણ અત્યાર સુધી કોઈ પેકેજ નહીં
કોરોના વાઈરસ ચીનમાંથી દુનિયાભરમાં ફેલાયો છે. અહીં નુકસાન પણ સૌથી વધુ થયું છે. સરકારી આંકડા મુજબ ચીનમાં આશરે 50 લાખ લોકોની નોકરી જતી રહી છે. આ મહામારીથી ચીનમાં બિઝનેસ રોકાઈ જતાં 15 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આઈએમએફ અનુસાર ટુરિઝમ ઈન્ડસ્ટ્રી અને કન્ઝ્યૂમર સ્પેન્ડિંગને સૌથી વધુ આંચકો લાગ્યો છે. 2008ની મંદીમાં ચીને તેના અર્થતંત્રમાં આશરે 40 લાખ કરોડ રૂપિયા ઉમેર્યા હતા જેમાં મોટા પાયે લોન લીધી હતી. આ વખતે તેનાથી બચતાં ચીને અત્યાર સુધી કોઇ આર્થિક પેકેજ જાહેર કર્યું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post