• Home
  • News
  • Coronavirus: રિપોર્ટમાં દાવો, જો એક મહિનાનું દેશવ્યાપી Lockdown લાગ્યું તો આ નુકસાન થશે
post

અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝ(BofA Securities) એ સોમવારે સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો રાષ્ટ્રીય સ્તર પર એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપી (Gross Domestic Product) માં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-20 10:56:27

મુંબઈ: અમેરિકાની  બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝ(BofA Securities) એ સોમવારે સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો રાષ્ટ્રીય સ્તર પર એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપી (Gross Domestic Product) માં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. 

ગત એક મહિનામાં 7 ગણા વધ્યા કોરોનાના કેસ
બ્રોકરેજ કંપની  બોફા સિક્યુરિટિઝે આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે. 

લોકડાઉનથી જીડીપીને નુકસાન
રિપોર્ટ મુજબ 'એ જોવા જેવી વાત છે કે શું કોરોનાની બીજી લહેર રાષ્ટ્રીય સ્તર પર લોકડાઉન વગર ખતમ થશે. જો એક મહિના માટે પણ રાષ્ટ્રીય સ્તર પર લોકડાઉન લગાવવામાંઆવે તો જીડીપીને એક થી બે ટકા જેટલું નુકસાન થઈ શકે છે.'

કોરોનાને રોકવા માટે લોકડાઉન જરૂરી?
તેમાં કહેવાયું છે કે હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની રોકથામ સંબંધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે. 

અત્રે જણાવવાનું કે દેશભરમાં કોરોનાના વાયરસની સ્થિતિ દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,73,810 નવા કોવિડ (Covid-19)  દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,50,61,919 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,29,329 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 1,29,53,821 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. એક જ દિવસમાં રાજ્યમાં 1619 લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,78,769 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોને રસી આપવામાં આવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post