• Home
  • News
  • કોર્ટે ઓલીનો નિર્ણય રદ્દ કર્યો:સુપ્રીમ કોર્ટે નેપાળની સંસદ ભંગ કરવાનો નિર્ણય રદ્દ કર્યો, કહ્યું-13 દિવસમાં સંસદનું સત્ર બોલાવવામાં આવે
post

ઓલીના નિર્ણય સામે 13 પિટીશન દાખલ કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 12:15:08

નેપાળમાં કાર્યવાહક પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે સંસદ ભંગ કરવાના ઓલીના નિર્ણયને રદ્દ કરી દીધો છે. આ સાથે જ પ્રતિનિધિ સભા એટલે કે સંસદને ફરી અમલ બહાલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે 13 દિવસની અંદર 275 સાંસદોના ગૃહનું સેશન ફરી બોલાવવા માટે આદેશ આપ્યો છે. હવે ઓલીને સંસદમાં બહુમતી સાબિત કરવી પડશે. આ માટે તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે પાર્ટીના મોટાભાગના સાંસદ ઓલીની વિરુદ્ધ છે.

નેપાળમાં 20 ડિસેમ્બરના રોજ રાજકીય સંકટ સર્જાયું હતું. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પ્રધાનમંત્રી ઓલીની ભલામણના આધારે સંસદને ભંગ કરી હતી. ઓલીનો આ નિર્ણય સત્તારૂઢ પક્ષની અંદર સત્તા માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આવ્યો છે. તેમના આ પગલાને વિરોધ પક્ષના પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વવાળી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના મોટા હિસ્સાએ વિરોધ ભડકાવી દીધો. ઓલીના પ્રતિનિધિ સભાને ભંગ કરવાના નિર્ણયનો વારંવાર બચાવ કરતા કહ્યું કે તેમનો પક્ષના કેટલાક નેતા સમાનંતર સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

બંધારણીય સંસ્થાઓમાં નિમણૂક પણ રદ્દ કરી
સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ થયા બાદ કાર્યકારી પ્રધાનમંત્રી રહેલા ઓલી તરફથી બંધારણીય સંસ્થાઓમાં કરવામાં આવેલી તમામ નિમણૂંકોને પણ રદ્દ કરી દીધી છે. કોર્ટે તે વટહૂકમને રદ્દ કરી દીધો કે જેને ઓલીએ આ નિયમુક્તિ માટે મંજૂરી આપી હતી. કોઈ પણ બંધારણીય સંસ્થામાં નિમણૂક કરવા માટે બેઠક યોજાય છે. તેને બાઈપાસ કરવા માટે ઓલીએ ઓર્ડિનેન્સ પસાર કર્યો હતો.

ઓલીના નિર્ણય સામે 13 પિટીશન દાખલ કરવામાં આવી
સંસદ ભંગ કરવાના નિર્ણય સામે નેપાળની સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ 13 અરજી ફાઈલ કરી હતી. સુપ્રીમ કોર્ટના 5 ન્યાયમૂર્તિઓની બનેલી ખંડપીઠે આ સુનાવણી કરી રહી હતી. ચોલેંદ્ર શમશેર રાણાના વડપણ હેઠળની 5 સભ્યની બંધારણીય ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે.ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી દલીલ સમયે ન્ય મિત્ર તરફથી રજૂ 5 વકીલોએ કહ્યું હતું કે ગૃહને ભંગ કરવાના પ્રધાનમંત્રી ઓલીનો ચુકાદો ગેરબંધારણીય હતો.

સંસદ ભંગ કરવા પાછળનું કારણ
ઓલીએ પોતાના પક્ષમાં લીડરશીપને લગતા પડકારનો સામનો કરી રહ્યું હતું. તેમની ઉપર પાર્ટી અધ્યક્ષ અને પ્રધાનમંત્રીનું પદ છોડવાનું દબાણ વધી રહ્યું હતું. તેમની ઉપર બંધારણ પરિષદ અધિનિયમ સાથે જોડાયેલ એક વટહૂકમને પરત લેવાનું દબાણ કર્યું હતું. તેને તેમણે ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ ઈસ્યુ કર્યો હતો. તે દિવસે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તેને મંજૂરી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post