• Home
  • News
  • કોર્ટ કાયદાથી ચાલે છે, રાજકીય દબાણથી નહીં.... કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવતાં હાઈકોર્ટે શું કહ્યું?
post

EDએ કાયદાનું પાલન કર્યું, તેમની પાસે હવાલા ઓપરેટરો અને AAP ઉમેદવારનાં નિવેદનો: હાઈકોર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-09 17:45:16

નવી દિલ્લી: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ-રિમાન્ડને યોગ્ય ઠેરવ્યા હતા. કોર્ટે મુખ્યમંત્રીની અરજી ફગાવી દીધી હતી. કેજરીવાલે 23 માર્ચે ધરપકડને પડકારતી અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આ અરજી એ નક્કી કરવા માટે છે કે ધરપકડ ગેરકાયદે છે કે નહીં. આ અરજી જામીન આપવા માટે નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ-રિમાન્ડ મામલે દિલ્હી હાઈકોર્ટ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ધરપકડને પડકારતી અરજી ફગાવી છે. કેજરીવાલે 23 માર્ચે ધરપકડને પડકારતી અરજી કરી હતી. આ અંગેની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. ત્યારબાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.

 

જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ ચુકાદો આપતાં કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી, પરંતુ ED અને તેમની વચ્ચેનો મામલો છે. એજન્સીએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. કોઈને વિશેષાધિકાર આપી શકાય નહીં. ED પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં મુખ્યમંત્રીને પૂછપરછમાંથી છૂટ આપી શકાય નહીં. જજ કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.

 

જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યું કે રાઘવ મુંગટા અને શરથ રેડ્ડીના નિવેદન PMLA હેઠળ નોંધવામાં આવ્યા છે. EDએ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા છે કે તેઓ ષડ્યંત્રમાં સામેલ હતા અને સંપૂર્ણપણે સામેલ હતા. EDએ ખુલાસો કર્યો કે આ કેસમાં કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીના કન્વીનર તરીકે સામેલ હતા. સરકારી સાક્ષીઓનાં નિવેદનો કેવી રીતે રેકોર્ડ કરવા, આ અંગે શંકા કરવી એ કોર્ટ અને જજને બદનામ કરવા સમાન છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post