• Home
  • News
  • અમેરિકામાં સૂર્યગ્રહણને નિહાળવા માટેનો ગાંડો ક્રેઝ, 13,000 કરોડ રૂપિયાનો બિઝનેસ થશે
post

અમેરિકામાં સૂર્યગ્રહણ જોવા માટે કેદીઓને મુક્ત કરાશે, આજે દિવસ દરમિયાન 4 મિનિટ માટે અંધકાર છવાશે, ગ્રહણના કારણે 2600 વર્ષ પહેલા યુદ્ધ રોકાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 17:34:42

ન્યૂયોર્ક: મેક્સિકોમાં આજે સવારે 11 વાગ્યે અંધારું થઈ જશે. આ સાથે વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ શરૂ થશે. સંપૂર્ણ સૂર્યગ્રહણની અસર મેક્સિકોની સાથે અમેરિકાને પણ થશે. જ્યાં ગ્રહણના માર્ગમાં આવતા ઓછામાં ઓછા 12 રાજ્યોમાં દિવસ દરમિયાન લગભગ 4 મિનિટ 28 સેકન્ડ સુધી અંધારું રહેશે. ગ્રહણને લઈને અમેરિકામાં ક્રેઝ એટલો છે કે તેને જોવા માટે ન્યૂયોર્ક શહેરમાં 6 કેદીઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેદીઓએ ગ્રહણ જોવાની પરવાનગી માટે અરજી કરી હતી.

 

13 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થશે:

ટાઈમ મેગેઝિન અનુસાર, સૂર્યગ્રહણને કારણે અમેરિકામાં 13 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે. સૂર્યગ્રહણના રૂટ પર આવતા વિમાનોમાં ટિકિટની માંગ 1500% વધી છે. આ પહેલા 7 વર્ષ પહેલા 2017માં પૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું. ત્યારે 2 મિનિટ સુધી દિવસ દરમિયાન અંધારપટ છવાઈ ગયો હતો. આ સૂર્યગ્રહણની અસર વધુ હશે અને વધુ વિસ્તારોમાં દેખાશે. યુ.એસ.માં આગામી કુલ સૂર્યગ્રહણ 2045માં થશે.

 

સૂર્યગ્રહણ શું છે?
પૃથ્વી અને અન્ય તમામ ગ્રહો ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી 365 દિવસમાં સૂર્યની આસપાસ એક પરિક્રમા કરે છે. ચંદ્ર એક ઉપગ્રહ છે, જે પૃથ્વીની આસપાસ ફરે છે.ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતાં 27 દિવસ લાગે છે. ચંદ્રના પરિભ્રમણ દરમિયાન ક્યારેક એવી સ્થિતિ સર્જાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. આ સૂર્યગ્રહણ કહેવાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post