• Home
  • News
  • ક્રિપ્ટો કરન્સી:અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની દરજ્જો આપનારો વિશ્વનો પહેલો દેશ બન્યો, પોતાની આર્થિક સમસ્યા દૂર થવાની આશા
post

અલ સાલ્વાડોરમાં નાના રેસ્ટોરન્ટની બહાર બિટકોઈનને લગતા આ પ્રકારના બેનર જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-10 11:16:04

મધ્ય અમેરિકી દેશ અલ સાલ્વાડોર વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી બિટકોઈનને દેશની માન્યતા પ્રાપ્ત ચલણ તરીકે સ્વીકારી છે. અલ સાલ્વાડોરે બુધવારે આ માટેના કાયદાને મંજૂરી આપી હતી, આ સાથે જ તે બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનાર વિશ્વનો સૌ પ્રથમ દેશ બની ગયો છે. અલ સાલ્વાડોરમાં હવે બિટકોઈનને અન્ય ચલણોમાં રૂપાંતર કરવા માટે કોઈ જ કેપિટલ-ગેઈન ટેક્સ લાગશે નહીં.

આ સાથે સ્થાનિક સરકારે કહ્યું છે કે બિટકોઈનને યુએસ ડોલરમાં રૂપાંતર કરવા માટે તે ડેવલપમેન્ટ બેન્ક ઓફ અલ સાલ્વાડોર ખાતે એક ટ્રસ્ટની સ્થાપના કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે લેટિન અમેરિકન દેશ અલ સાલ્વાડોર એક ગરીબ દેશ છે અને તે છેલ્લા કેટલાક વર્ષોથી તેની આર્થિક સ્થિતિનું સંચાલન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે તેમ જ વર્ષ 2001થી તેના સત્તાવાર ચલણ તરીકે યુએસ ડોલરનો ઉપયોગ કરી રહ્યું છે.

નવો કાયદો 90 દિવસમાં લાગૂ થશે
અલ સાલ્વાડોરની સરકારે એમ પણ જણાવ્યું છે કે તેને આશા છે કે બિટકોઈનના ઉપયોગથી આર્થિક સમાવેશીકરણની સ્થિતિ મજબૂત બનશે, કારણ કે તેની 70 ટકા વસ્તી પરંપરાગત નાણાકીય સેવાઓમાં એક્સેસ ધરાવતા નથી. બિટકોઈનને સત્તાવાર ચલણ બનાવવાનો કાયદો 90 દિવસમાં લાગૂ થશે.

અલ-સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે જણાવ્યું હતું કે બિટકોઈનને સત્તાવાર ચલણ તરીકે માન્યતા મળવાથી વિદેશોમાં રહેતા સાલ્વાડોરના નાગરિકોને ઘરે પૈસા મોકલવાનું સરળ બનશે. સાલ્વાડોરના લોકો માટે નાણાકીય સેવાઓ ખુલી જશે. વિદેશોમાં કામ કરી રહેલા સાલ્વાડોરના લોકોને મોટી સંખ્યામાં ચલણ તેમના દેશમાં મોકલવાનું સરળ બની જશે. વિશ્વ બેન્કની માહિતી પ્રમાણે વર્ષ 2019માં લોકોએ કુલ છ અબજ ડોલર તેમના દેશમાં મોકલ્યા હતા.

બિટકોઈન શું છે?
બિટકોઈન એક પ્રકારની ડિજીટલ કરન્સી એટલે કે ક્રિપ્ટો-કરન્સી છે, જે તાત્કાલિક ચુકવણી કરવાની ક્ષમતા ધરાવે છે.બિટકોઈનને વર્ષ 2009માં વિશ્વમાં રજૂ કરવામાં આવી હતી. તે એક ઓપન-સોર્સ પ્રોટોકોલ પર આધારિત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post