• Home
  • News
  • ગુજરાતમાં ડાંગ જિલ્લો જ કોરોના મુક્ત, દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કેસનો વધારો
post

દક્ષિણ ગુજરાતનો એક જિલ્લો કોરોના મુક્ત અને ચાર જિલ્લામાં કેસનો વધારો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 11:47:33

સુરત: દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના દિવસે ને દિવસે કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જ્યારે નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. આ સાથે એક રાહતના સમાચાર છે કે દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો ગુજરાતમાં એક માત્ર જિલ્લો એવો છે જે કોરોના મુક્ત છે. આ સાથે ડાંગ જિલ્લામાં એક પણ મોત નોંધાયું નથી.

ડાંગ જિલ્લો કોરોના મુક્ત
ડાંગ જિલ્લો જંગલ વિસ્તાર છે અને આદિવાસીઓ રહે છે. ડાંગ જિલ્લાના લોકો સુરત, નવસારી, વલસાડ ખાતે રોજગાર અર્થે જાય છે. જોકે, છેલ્લા ત્રણ મહિનામાં ડાંગ જિલ્લામાં કુલ કોરોનાના 4 કેસ જ નોંધાયા છે. જે પણ સુરત ખાતે નોકરી કરતા અને લોકડાઉનમાં વતન પરત ફર્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, આ તમામ ચારેય દર્દી રિકવર પણ થઈ ગયા છે. હાલ ડાંગ જિલ્લો જ ગુજરાતમાં કોરોના મુક્ત છે.

વલસાડ જિલ્લામાં અનલોક-1 બાદ કેસમાં વધારો
વલસાડ જિલ્લો અનલોક-1 પહેલા કોરોના મુક્ત થવા આવ્યો હતો. જોકે, અનલોક-1 બાદ દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. મુંબઈ અને સુરત ખાતે રોજગારી અર્થે ગયેલા લોકો પરત ફરતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવવા લાગ્યા છે. જેથી વલસાડ જિલ્લામાં હાલ 88 કેસ નોંધાી ચૂક્યા છે. જ્યારે ત્રણના મોત થયા છે.

તાપી જિલ્લા બે દિવસ પહેલા જ ફરી કોરોના સંક્રમિત થયો
તાપી જિલ્લામાં બે દિવસ પહેલા બે કેસ નોંધાતા ફરી કોરોના સંક્રમિત બની ગયો છે. તાપી જિલ્લામાં લોકડાઉન દરમિયાવ 6 જેટલા કેસ નોંધાયા હતા. જે તમામ રિકવર થઈ જતા તાપી જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો. જોકે, બે દિવસ પહેલા સોનગઢના બે ભાઈઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે તાપી જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત થયું નથી.

નવસારીમાં અનલોક-1 બાદ કેસમાં વધારો
નવસારી જિલ્લામાં અનલોક એક પહેલા 18 કેસ હતા. 19મી મેના રોજ નવસારી જિલ્લો કોરોના મુક્ત થયો હતો. ત્યારબાદ અનલોક-1માં કેસમાં વધારો થયો છે. જેથી હાલ નવસારી જિલ્લામાં કુલ કોરોનાના 64 કેસ નોંધાયેલા છે. જેમાંથી 1 દર્દીનું મોત પણ થયું છે.

સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરત શહેર જિલ્લામાં નોંધાયેલા છે. જેમાં અત્યાર સુધીમાં 4256 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં 156 દર્દીઓ મોતને પણ ભેટ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post