• Home
  • News
  • તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં મોતનો આંકડો 15 હજારને પાર, 63 હજાર જેટલા ઘાયલ
post

ભારત સહિત અમેરિકા અને ચીન જેવા દેશોએ રાહત સામગ્રી અને અન્ય સહાય મોકલી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-09 16:01:12

તુર્કી: તુર્કી અને પડોશી દેશ સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકોના મોત થયાના અહેવાલ આવી રહ્યા છે. આ ઉપરાંત આ શક્તિશાળી ભૂકંપમાં અંદાજે 63 હજાર જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ ભૂકંપમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભૂકંપને કારણે ભારે તારાજી સર્જાઈ છે અને રાહત અને બચાવ કાર્ય માટે ઘણી ટીમ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે અત્યારે મોટી સંખ્યામાં લોકો ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. ભારત સહિત અમેરિકા અને ચીન જેવા દેશોએ તુર્કી અને સીરિયામાં રાહત સામગ્રી અને અન્ય સહાય મોકલી છે.

NDRFના ડીજી અતુલ કરવલે જણાવ્યું કે, પહેલી ટીમ ગઈ કાલે સવારે 3 વાગ્યે નીકળી હતી અને 11 વાગ્યે તુર્કી પહોંચી હતી. બીજી ટીમ સાંજે 8 વાગ્યે ત્યાં પહોંચી હતી. કુલ 7 વાહનો, 5 મહિલા બચાવકર્તા અને 4 સ્નિફર ડોગ સહિત 101 બચાવકર્તા બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત તરફથી રાહત સામગ્રી તેમજ અન્ય સહાય પણ મોકલી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post