• Home
  • News
  • USમાં 6 ગણા મૃત્યુ ઘટ્યાં, ભારતમાં નહીંવત, અમેરિકામાં પહેલા 100 દર્દીએ 6 મોત, હવે માત્ર એક, ભારતમાં મૃત્યુદર 2.6%થી 4% રહ્યો
post

ભારતમાં સૌથી વધુ 6,309 મોત મહારાષ્ટ્ર અને 2,481 દિલ્હીમાં થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 08:54:05

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા દર્દી વધવા સાથે મોત પણ વધ્યા છે. સોમવારે દેશમાં કોરોનાથી મોતનો આંકડો 20 હજારને પાર થઇ જશે. પ્રથમ 10 હજાર મોત 80 દિવસમાં થયા જ્યારે તે પછીના 10 હજાર મોતમાં માત્ર 21 દિવસ લાગ્યા. દેશમાં 30 મે સુધી કોરોનાના દર્દીઓનો મૃત્યુદર 2.8% હતો, જે 25 જૂને 3.9% સુધી ગયો હતો. ત્યાર બાદ મોત રોકવામાં થોડી સફળતા જરૂર મળી પણ આ મામલે અમેરિકા અને બ્રાઝિલ હવે ભારતથી આગળ નીકળી ગયા છે. 

વિશ્વમાં સૌથી વધુ દર્દીઓવાળા અમેરિકામાં અગાઉ દર 100માંથી 6 દર્દીના મોત થતા હતા પણ ત્યાં 100માંથી 1 જ દર્દીનું મોત થાય છે. આ જ રીતે દર્દીઓ મામલે અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચેલા બ્રાઝિલમાં મૃત્યુદર અડધો થઇ ગયો છે. ત્યાં મૃત્યુદર અગાઉ 5.8% હતો, જે હવે 2.6% થઇ ચૂક્યો છે. ભારતમાં સૌથી વધુ 8822 મોત મહારાષ્ટ્ર અને 3067 દિલ્હીમાં થયા છે. એટલે કે દેશના 46% મોત આ 2 રાજ્યમાં જ થયા છે. ગુજરાત 1944 મોત સાથે ત્રીજા અને તમિલનાડુ 1510 મોત સાથે ચોથા ક્રમે છે. 

10 રાજ્યમાં કોરોનાના 12,665 દર્દીના મોત થયા છે, જે કુલ મોતના 66%

·         ભારતમાં હવે માત્ર 21 દિવસમાં કોરોનાના દર્દીઓના મોતનો આંકડો બમણો થઇ રહ્યો છે. આ હિસાબે જુલાઇના અંત સુધીમાં દેશમાં 40 હજારથી વધુ મોત થઇ શકે છે.

·         દિલ્હી સહિત 6 રાજ્યમાં મોતનું પ્રમાણ ઘટ્યું છે. તેથી શક્ય છે કે આવનારા દિવસોમાં મોત બમણા થવાની ઝડપ ઓછી થાય.

·         અમેરિકામાં પ્રથમ 20 હજાર મોત માત્ર 40 દિવસમાં થયા હતા. ભારત આ આંકડા સુધી 101 દિવસમાં પહોંચ્યું છે.

10 દિવસમાં ત્રણવાર ભારતમાં અમેરિકાથી વધુ મોત નોંધાયા

તારીખ

25 જૂન

26 જૂન

27 જૂન

28 જૂન

29 જૂન

30 જૂન

1 જુલાઈ

2 જુલાઈ

3 જુલાઈ

4 જુલાઈ

ભારત

405

414

390

415

506

502

506

581

365

449

અમેરિકા

653

663

512

285

366

727

676

678

616

254

દેશ: હરિયાણામાં મોત સૌથી ઝડપથી વધ્યા, દિલ્હી-ગુજરાતમાં ઘટ્યા

રાજ્ય

કુલ મોત

1 જૂન સુધી વધ્યા

4 જુલાઇ સુધી વધ્યા

તફાવત વધ્યા/ઘટ્યા

મહારાષ્ટ્ર

8822

387.00%

267.10%

-119.90%

દિલ્હી

3067

757.40%

474.40%

-283.00%

તમિલનાડુ

1510

557.10%

688.00%

130.90%

ગુજરાત

1944

339.80%

85.60%

-254.20%

ઉ.પ્રદેશ

785

416.70%

256.20%

-160.40%

કર્ણાટક

372

136.40%

544.20%

407.90%

રાજસ્થાન

456

226.20%

124.60%

-101.60%

મ.પ્રદેશ

608

146.90%

67.00%

-79.90%

હરિયાણા

265

425.00%

1138.10%

713.10%

આંધ્ર પ્રદેશ

232

93.90%

240.60%

146.70%

 

adv

Related News

post
post
post
post
post
post
post