• Home
  • News
  • વેક્સિનમાં પોર્ક જિલેટિનને લઈ મુસ્લિમ દેશોમાં ડિબેટ, ધર્મગુરુએ કહ્યું- મજહબમાં તેની પરવાનગી નથી
post

ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાએ નોટિસ આપી કહ્યું છે કે તેમની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 11:55:08

કોરોનાથી જ્યાં એક બાજુ સમગ્ર વિશ્વમાં હાહાકાર છે ત્યારે કેટલાક મુસ્લિમ દેશોએ આ વેક્સિન સામે પ્રશ્ન સર્જ્યો છે. આ સાથે ઈસ્લામિક દેશોમાં ડિબેટ શરૂ થઈ ચુકી છે કે શું ઈસ્લામિક લો કોવિડ-19 વેક્સિનના ઉપયોગને મંજૂરી આપે છે કે નહીં. ઈસ્લામિક દેશોમાં વેક્સિનને લઈ શરૂ થયેલી ડિબેટ પાછળનું મુખ્ય કારણ ઉત્પાદન પ્રક્રિયા છે. સ્ટેબિલાઈઝ કરવા માટે સુવરો (પોર્ક)માંથી મળતા જિલેટિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના મારફતે સ્ટોરેજ તથા ટ્રાન્સપોર્ટેશનમાં વેક્સિનની સેફ્ટી અને ઈફેક્ટિવનેસ જળવાઈ રહે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે હવે આ વાત અહીં ઈસ્લામિક દેશોને ખટકી રહી છે. તેમનું કહેવું છે કે ઈસ્લામમાં પોર્ક અને તેમાંથી બનેલી તમામ ચીજવસ્તુ પ્રતિબંધિત છે. તે સ્વીકાર્ય નથી. માટે તેનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી વેક્સિન પણ ઈસ્લામિક કાયદા પ્રમાણે સ્વીકાર્ય નથી.

ઈન્ડોનેશિયાએ હલાલ સર્ટિફિકેટની માંગ કરી
મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં વેક્સિનમાં પોર્કના ઉપયોગને લઈ સૌથી વધારે ચિંતા છે. ઈન્ડોનેશિયા સરકારે હલાલ સર્ટિફિકેશન બાદ જ કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. તેનો અર્થ એવો છે કે કંપનીઓને સ્પષ્ટ કરવાનું રહેશે કે વેક્સિન તૈયાર કરવામાં પોર્ક જિલેટિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

કંપનીઓએ પોર્ક ફ્રી વેક્સિનનો દાવો કર્યો
અનેક કંપનીઓએ પોર્ક-ફ્રી એટલે કે સુવરના જિલેટિનનો ઉપયોગ કર્યા વગર વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો છે. ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાએ એક નોટિસ જાહેર કરીને કહ્યું કે તેમની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કંપનીઓ કહ્યું કે વેક્સિનનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે.

વેક્સિન પર શા માટે ચર્ચા થઈ રહી છે?
હકીકતમાં આ પ્રકારની ચર્ચા ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઈન્ડોનેશિયા અને ઈસ્લામિક ધર્મગુરુ કોરોના વેક્સિન પર ચર્ચા કરવા માટે ચીન પહોંચ્યા હતા. આ ગ્રુપ ઈન્ડોનેશિયાની પ્રજા માટે વેક્સિનની ડીલને અંતિમ સ્વરૂપ આપવાના ઈરાદાથી પહોંચ્યા હતા. આ વેક્સિન તૈયાર કરવાની પદ્ધતિ અંગે જાણકારી મળ્યા બાદ ધર્મગુરુઓએ તેને લઈ પ્રશ્નો ઉભા કરવાની શરૂઆત કરી.

નિષ્ણાતોનું શુ કહેવું છે?

·         બ્રિટીશ ઈસ્લામિક મેડિકલ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડો. સલમાન વકારાનું કહેવું છે કે યહૂદી અને મુસ્લિમો ઉપરાંત અન્ય ધાર્મિક સમુદાયોમાં વેક્સિનના ઉપયોગને લઈ કંફ્યુઝન યથાવત છે. તેમા સુવરના માંસથી તૈયાર કરેલ પ્રોડક્ટ્સનો ઉપયોગ ધાર્મિક રીતે અપવિત્ર માનવામાં આવે છે.

·         સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો.હરનૂર રાશિદનું કહેવું છે કે જિલેટિનના ઉપયોગથી તૈયાર થયેલ વેક્સિન પર સામાન્ય સહમતિ થઈ ચુકી છે. તે ઈસ્લામિક કાયદા હેઠળ સ્વીકાર્ય છે. જો વેક્સિનનો ઉપયોગ ન કરવામાં આવે તો લોકોને ઘણુ નુકસાન થઈ શકે છે.

·         ઈઝરાઈલના રબ્બાની સંગઠન 'જોહર'ના અધ્યક્ષ રબ્બી ડેવિડ સ્ટેવ વેક્સિન લગાવવાની તરફેણમાં છે. તેમનું કહેવુ છે કે યહૂદી કાયદામાં સુવરનું માંસ ખાવું અથવા તેનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે કે જ્યારે તેની વગર કામ ચાલી શકતુ નથી. જો તેને કોઈ બીમારીમાં ઈન્જેક્શન તરીકે આપવામાં આવે અને ખાઈ શકાય નહીં તો તે ઠીક છે. તેનાથી કોઈ સમસ્યા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post