• Home
  • News
  • સાઉથ સુપરસ્ટાર એક્ટરના નિધન પર ઈમોશનલ થઈ દેબિના બેનર્જી, લખ્યું- 'મારા સૌથી પહેલા હીરો...'
post

આ પોસ્ટ પરથી જાણ થાય છે કે, એકટ્રેસ દેબીનાએ તેમની પ્રથમ ફિલ્મ વિજયકાંત સાથે કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-29 17:19:14

સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજયકાંતે 71 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. સાઉથના સુપરસ્ટાર અને દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ના નેતા વિજયકાંત વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ચેન્નાઈની મિરાત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.અભિનેતાના નિધનના સમાચારથી મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું,દરેક લોકો વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના નિધન પર દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

આ દરમિયાન ટીવી એક્ટ્રેસ દેબિના બેનર્જીએ પણ એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 


દેબીના બેનર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ પર વિજયકાંત સાથેની તેની પ્રથમ તમિલ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે- 'મારો પહેલો તમિલ હીરો, મારી પહેલી તમિલ ફિલ્મ પેરારાસુમાં તમારી સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો. અમે બધા તમને પહેલાથી જ સુપરસ્ટાર કેપ્ટન તરીકે જાણીએ છીએ. તમે મને સમયની પાબંદી અને માનવતા વિશે સારો પાઠ શીખવ્યો. હું હંમેશા તમારી સાથે આ ફિલ્મ કરવા બદલ ગર્વ અનુભવું છું.

આ પોસ્ટમાં અભિનેત્રીએ આગળ લખ્યું - 'તમારા નિધનના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુખી છું. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. તમારા પરિવાર અને ચાહકોને મારા તરફથી સંવેદના. તમને એક મહાન રાજકારણી અને અભિનેતા તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. આ પોસ્ટ પરથી જાણ થાય છે કે, એકટ્રેસ દેબીનાએ તેમની પ્રથમ ફિલ્મ વિજયકાંત સાથે કરી હતી.

મહત્વનું છેકે, વિજયકાંતનું નિધન ગુરુવારે ચેન્નાઇમાં થયુ હતુ. આજે એટલે કે 29મી ડિસેમ્બરે અભિનેતાના અંતિમ સંસ્કાર પણ થઇ ગયા છે. સાઉથના ઘણા જાણીતા સેલેબ્સ વિજય થાલાપથી, રજનીકાંત, કમલ હસન અને ધનુષના પિતા અને ફિલ્મ નિર્માતા કસ્તુરી રાજા સહિત ઘણા દક્ષિણ ભારતીય કલાકારો વિજયકાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થઇને એક્ટરને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post