• Home
  • News
  • રણવીરની નગ્ન તસવીરો પર દીપિકા ફિદા, TMC સાંસદને ઉઘાડેછોગે નગ્નતાના પ્રદર્શન સામે વાંકું પડ્યું
post

થોડા સમય પહેલાં જ એક્ટર રાહુલ ખન્નાએ ન્યૂડ ફોટોશૂટની તસવીર શૅર કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-23 17:13:26

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટની તસવીરો વાઇરલ થઈ રહી છે. ફોટોશૂટ પર બોલિવૂડ સેલેબ્સથી લઈને ફેન્સ રિએક્ટ કરી રહ્યા છે. હાલમાં જ રણવીર સિંહની પત્ની અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ રિએક્શન આપ્યું છે. એક રિપોર્ટ અનુસાર, દીપિકા આ તસવીરો જોઈને ઘણી ઈમ્પ્રેસ થઇ છે.

દીપિકાને રણવીરની ન્યૂડ તસવીરો આવી પસંદ
મીડિયા રિપોર્ટ અનુસાર, દીપિકાનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રણવીરના આ ફોટોશૂટથી દીપિકા પ્રભાવિત થઇ હતી. એક્ટ્રેસને આ ફોટોશૂટ વિશે પહેલાંથી જ ખબર હતી. આ ફોટોશૂટનો કોન્સેપ્ટ પણ ખૂબ ગમ્યો હતો. તો ચોંકાવનારી વાત એ છે કે ઇન્ટરનેટ પર તસવીર શેર કરતાં પહેલાં દીપિકાને બતાવવામાં પણ આવી હતી.

તો સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે દીપિકા પહેલાંથી જ રણવીરની સાથે હોય છે અને તે સૌથી મોટી ચિયર લીડર રહી છે. તો રણવીર કંઈક અલગ કરવાની વાત કરે છે ત્યારે દીપિકા હંમેશાં તેની સાથે જ રહે છે.

અનેક સેલેબ્સે આ ફોટોશૂટનાં કર્યાં છે વખાણ
પ્રિયંકા ચોપરાએ રણવીરના આ ફોટોશૂટ પર ફાયર ઇમોજી સાથે કમેન્ટ પણ કરી હતી, 'મેજર.' મહીપ કપૂર અને મનીષ મલ્હોત્રાએ પણ રણવીરના ફોટા કમેન્ટ કરી હતી. મસાબા ગુપ્તાએ લખ્યું, 'બેસ્ટ કવર ફોટોશૂટ જે આ દેશે ભાગ્યે જ જોયું છે.'

ટીમએમસી સાંસદે ફોટો શૂટને લઈને ઉઠાવ્યા સવાલ
બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ રણવીરના આ ફોટોશૂટ પર ઘણા સવાલ ઉઠાવ્યા છે. મિમી ચક્રવર્તીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે 'રણવીરના આ ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. મોટા ભાગના લોકો તેના પર ફાયર ઇમોજી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કોઈ છોકરીએ આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું હોત તો શું લોકો તેનાં વખાણ આ રીતે કરત? અથવા તો અત્યારસુધીમાં તેનું ઘર બળીને ખાખ થઈ કરી દીધું હોય.'

શું કહ્યું રણવીરે?
'
પેપર મેગેઝિન'ને આપેલા ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.

અપકમિંગ પ્રોજેક્ટ
રણવીર સિંહ છેલ્લે 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. હવે તે કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' તથા રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં કામ કરી રહ્યો છે.

રાહુલ ખન્નાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ એક્ટર રાહુલ ખન્નાએ ન્યૂડ ફોટોશૂટની તસવીર શૅર કરી હતી. આ તસવીર પર મલાઈકા અરોરાથી નેહા ધૂપિયા સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post