• Home
  • News
  • કૂતરાને બચાવવા જતા ડીસાના જીવ દયાપ્રેમીની પજેરોનો રાજસ્થાનના ઝાલોરમાં અકસ્માત, દુર્ઘટનામાં ત્રણ જૈન અગ્રણીઓના ઘટનાસ્થળે જ મોત
post

આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 16:05:45

કૂતરાને બચાવવા જતા બનાસકાંઠાના જીવ દયા પ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક ભયાનક અકસ્માત થતા જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી, રાકેશ જૈન, વિમલ જૈનના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

કૂતરાને બચાવવા જતા કરૂણાંતિકા સર્જાઈ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી પજેરો ગાડી લઈને પરિવાર સાથે રાજસ્થાનના ઝાલોર મોડલ જૈન મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના ભાગલી નજીક કૂતરાને બચાવવા જતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ગઈ હતી. જેમાં ભરતભાઈ કોઠારી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતા બાબરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ હતી. અકસ્માતમાં ભરતભાઈ કોઠારી વિમલભાઈ જૈન અને રાકેશ ધારીવાલને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

બનાસકાંઠાના ડીસામાં રહેતા ભરતભાઈ કોઠારી છેલ્લા 40 વર્ષથી અબોલ જીવોને બચાવવાનું કાર્ય કરતા હતા. અત્યાર સુધીમાં તેમણે લાખો પશુઓને કતલખાને જતા અટકાવી તેમના જીવ બચાવ્યા છે. ભરતભાઈ કોઠારી સહિત ત્રણ વ્યક્તિનું મોત અકસ્માતના સમાચાર મળતા જ બનાસકાંઠા જિલ્લામાં માતમ છવાઇ ગયો છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની પાંજરાપોળ ગૌશાળા અને ગૌરક્ષક સંસ્થાઓને મોટી ખોટ પડી છે.

adv

Related News

post
post
post
post
post
post
post