• Home
  • News
  • ચીનના વધતા જોખમને લીધે અમારા અને ભારતના રાજદ્વારી હિત એક સમાન- સંરક્ષણ પ્રધાન એસ્પર
post

અમેરિકાએ કહ્યું છે કે એશિયા તથા સમગ્ર વિશ્વમાં ચીનના વધી રહેલા પ્રભાવને જોતા ભારત અને તેના રાજદ્વારી હિતો લગભગ એક સરખા થઈ ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-14 12:56:59

 વોશિંગ્ટનઃ અમેરિકાએ કહ્યું છે કે એશિયા તથા સમગ્ર વિશ્વમાં ચીનના વધી રહેલા પ્રભાવને જોતા ભારત અને તેના રાજદ્વારી હિતો લગભગ એક સરખા થઈ ગયા છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન માઇક એસ્પરે શુક્રવારે કહ્યું હતું કે બન્ને દેશ (ભારત અને અમેરિકા) મુક્ત અને સ્વતંત્ર હિંદ-પ્રશાંત વિસ્તાર ઈચ્છે છે. અમારા આ પ્રયાસોને જેટલા દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એટલા જ મજબૂત રીતે તે ઉભરી આવશે. એસ્પરે વધુમાં કહ્યું હતું કે આપણે એવા સમયમાં આવી ચુક્યા છીએ કે જ્યાં શક્તિને લઈ દેશો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. એસ્પરે કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન સંસ્થાના કાર્યક્રમમાં કહ્યું હતું કે આગામી સપ્તાહમાં અમે વોશિંગ્ટનમાં ભારતના સંરક્ષણ-વિદેશ મંત્રીઓની 2+2 સમિટની યજમાની કરશે. અહીં અમે બન્ને દેશોના નેતા તેમની વધતી ભાગીદારી પર વાત કરશે, કારણ કે અમારા રાજદ્વારી હિતો સમાનતા ધરાવે છે.

અમેરિકી સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે ચીને તેના વન બેલ્ટ વન રોડ કાર્યક્રમ મારફતે એશિયા, યુરોપ અને આફ્રીકામાં આર્થિક સંબંધોનો વિસ્તાર કર્યો છે. પરંતુ તેનો વાસ્તવિક ઉદ્દેશ આ જગ્યા પર ચીનના સૈન્ય (પીપલ્સ લિબરેશન આર્મી)ના પ્રભાવ અને પહોંચને વધારવાનો છે. આ ઉદ્દેશ અત્યાર સુધી છતો થયો નથી. એસ્પરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચીન નાના-નાના દેશોને દબાવી રહ્યું છે અને તેની નૌકાદળ ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓ આચરી પડોશી દેશોની સ્વાયતતા માટે જોખમરૂપ બની ગયા છે. તેને લીધે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. તે અમેરિકાની દ્રષ્ટિએ બિલકુલ વિપરીત છે. અમે હંમેશા તમામ દેશની તકોનું સન્માન કરી છીએ. અમે હિન્દ-પ્રશાંત વિસ્તારમાં વધતી ભાગીદારી પર વિશ્વાસ કરી છીએ અને ચીનના જવાબમાં પોતાને સાબિત કરવામાં કામ કરી રહ્યા છીએ.

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર 18મી ડિસેમ્બરના રોજ વોશિંગ્ટનમાં અમેરિકાના રક્ષા પ્રધાન માઈક એસ્પર તથા વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો સાથે બેઠક કરશે. આ અગાઉ એસ્પર તથા રાજનાથ વચ્ચે પેન્ટાગોનમાં સંરક્ષણ મુદ્દે વાતચીત થશે. એવું પણ માનવામાં આવે છે કે બન્ને નેતા શસ્ત્રો અંગે કેટલીક સમજૂતી કરી શકે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post