• Home
  • News
  • દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં નંબર 1 પર દિલ્હી, 10 શહેરોની યાદી આવી સામે
post

દસ સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાંથી સાત જીલ્લા દિલ્હી- એનસીઆર અને બિહાર

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-04 18:48:06

સૌથી પ્રદૂષિત શહેરો (Most polluted cities)ના યાદીમાં ફરી દિલ્હી (Delhi), NCR (National Capital Region) ટોપ પર રહ્યુ છે. એક ઓક્ટોબર 2022થી 30 સપ્ટેમ્બર 2023 સુધી દિલ્હીમાં PM2.5 ના લેવલથી 100.1 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર નોધવામાં આવ્યો હતો. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની લિમિટ કરતા 20 ગણુ વધારે છે. તો પટના (Patna) 99.7 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિર મીટર નોંધવામાં આવી હતી. 

દસ સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાંથી સાત જીલ્લા દિલ્હી- એનસીઆર અને બિહાર

આ સમાચાર સાંભળી હેરાન થઈ જશો કે દસ સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાંથી સાત જીલ્લા દિલ્હી- એનસીઆર અને બિહારના છે. આ બન્ને વિસ્તારો ઈંડો-ગેગેટિક પ્લેનનો હિસ્સો છે. મિઝોરમના આઈઝોલમાં સૌથી સાફ હવા મળે છે. ત્યા PM2.5નુ લેવલ માત્ર 11.1 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર નોધવામાં આવી છે. અહી સૌથી વધારે પ્રદૂષણ ઓક્ટોબરથી માર્ચમાં હોય છે. 

મુંબઈમાં પણ હવાની ક્વોલિટી ખરાબ થતી જોવા મળી રહી છે

જો 2019 થી 2023 દરમ્યાન છ મોટી રાજધાનીઓમાં હવાની ગુણવતામાં સુધારો આવ્યો નથી. તો મુંબઈમાં પણ હવાની ક્વોલિટી ખરાબ થતી જોવા મળી રહી છે. પરંતુ દિલ્હી અને લખનઉમાં સુધારો જોવા મળી રહ્યો છે. 1 ઓક્ટોબર 2023થી ગ્રેડેડ રિસપોન્સ એક્શન પ્લાન (GARP)ના રિલાઈઝ વર્ઝન જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને પ્રદુષણને રોકી શકાય.

આ શહેરમાં સૌથી વધારે પ્રદુષણ 

1. દિલ્હી  100.1

2. પટના   99.7

3. મુઝફ્ફરપુર   95.4

4. ફરીદાબાદ  89.0

5. નોઈડા   79.1 

6. ગાઝિયાબાદ  78.3

7. મેરઠ  76.9

8. નલબારી   75.6

9. આસનસોલ   74.0

10. ગ્લાલિયર  71.8

adv

Related News

post
post
post
post
post
post
post