• Home
  • News
  • ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિક્સને ત્રીજી વખત લગ્ન ટાળ્યા, 18 જુલાઇએ લગ્ન થવાના હતા પણ તે દિવસે EUની અગત્યની મીટિંગ છે
post

મહામારી શરૂ થયા બાદ પહેલી વખત યુરોપિયન યુનિયનના રાષ્ટ્રપ્રમુખ 17 અને 18 જુલાઇના ફેસ ટુ ફેસ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-27 10:52:21

કોપેનહેગન: કોવિડ-19 પર એક મીટિંગમાં સામેલ થવા માટે ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિક્સને તેમના લગ્ન મુલતવી રાખ્યા છે. આવું ત્રીજી વખત બન્યું છે જ્યારે 42 વર્ષના મેટને લગ્ન મુલતવી રાખવા પડ્યા છે. અગાઉ બે કારણો અલગ હતા. મેટ અને બો ટેનબર્ગ 18 જુલાઇએ લગ્ન કરવાના હતા. પરંતુ આ તારીખે જ યુરોપિયન યુનિયનના રાષ્ટ્રપ્રમુખોની મીટિંગ છે. તેથી મેટ અને બો અત્યારે લગ્ન નહીં કરી શકે. ડેનમાર્કમાં અત્યારસુધી 12 હજાર 636 કેસ નોંધાયા છે અને 603 લોકોના મોત થયા છે. 

17 અને 18 જુલાઇએ EU સમિટ 
મહામારી શરૂ થયા બાદ 17 અને 18 જુલાઇએ EUના નેતા પહેલી વખત એકબીજાને મળશે. મીટિંગમાં મહામારીના લીધે થયેલા આર્થિક નુકસાન અને તેને દૂર કરવા માટેના ઉપાયો અંગે ચર્ચા થશે. EU 846 અબજ ડોલરના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. તેમાં એ દેશોને આર્થિક મદદ આપવામા આવશે જેઓ સંક્રમણના લીધે સૌથી વધારે પ્રભાવિત છે. ડેનમાર્ક, સ્વીડન, ઓસ્ટ્રિયા અને નેધરલેન્ડ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આર્થિક મદદ આપ્યા પહેલા એ નક્કી કરવામા આવે કે જે તે દેશ તે ફન્ટ પરત આપે. તેથી આ મીટિંગ અગત્યની છે. 

ડેનમાર્કનું હિત પહેલા- મેટ
લગ્ન મુલતવી રાખવાના નિર્ણય અંગે મેટએ ફેસબુક પર લખ્યું- મારા માટે ડેનમાર્કનું હિત વધુ અગત્યનું છે. હું આ શાનદાર વ્યક્તિ સાથે લગ્ન કરવા માગુ છું પણ અત્યારે તે એટલું સરળ નથી. બ્રસેલ્સમાં મીટિંગ છે. પરંતુ અમે ટૂંક સમયમાં જ લગ્ન કરીશું. મારો પાર્ટનર ધૈર્યવાન છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર ત્રીજી વખત આ રીતે લગ્ન મુલતવી રાખવા પડ્યા છે. 2019માં 41 વર્ષની ઉંમરે મેટ વડાપ્રધાન બન્યા હતા. તેઓ દેશના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post