• Home
  • News
  • ભારતમાં ભારે મંદી, સરકારે તાત્કાલિક નીતિગત પગલા ભરવા જોઈએઃ IMF
post

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-24 13:51:30

વોશિંગ્ટનઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે(IMF) કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી છે, સરકારે તાત્કાલિક યોગ્ય પગલા લેવાની જરૂર છે. આઈએમએફના સોમવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા થોડા વર્ષોમાં ભારતના આર્થિક વિકાસમાં ગતિ આવવાથી લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, જોકે આ વર્ષના પ્રથમ છ મહિનામાં કેટલાક કારણોથી ઈકોનોમિક ગ્રોથ નબળો રહ્યો. આઈએમએફએ ભારતનો આઉટલુક ઘટવાનો સંકેત આપતા કહ્યું કે મેક્રોઈકોનોમિક મેનેજમેન્ટમાં સતત મજબૂતાઈની જરૂર છે. નવી સરકાર બહુમતીમાં છે, આ કારણે સંયુક્ત અને સતત વિકાસના સુધારાની પ્રક્રિયામાં ઝડપ લાવવાની તક છે.

સપ્ટેમબર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટીને 4.5 ટકા રહ્યો. છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો છે. આઈએમએફ એશિયા એન્ડ પેસેફિક ડિપાર્ટમેન્ટના મિશન ચીફ ફોર ઈન્ડિયા રાનિલ સાલ્ગેડોનું કહેવું છે કે ગ્રોથના આંકડો પરથી ખ્યાલ આવે છે કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ખાનગી ઘરેલું માંગ માત્ર 1 ટકા વધી. એવા સંકેત દેખાઈ રહ્યાં છે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં આર્થિક ગતિવિધિઓ નબળી રહી છે.

સાલ્ગેડોના જણાવ્યા મુજબ નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓના કેશ ક્રાઈસિસ, લોન આપવાના નિયમોમાં સખ્તાઈ અને ગ્રામીણ વિસ્તારમાં આવક ઓછી થવાના કારણે ખાનગી વપરાશ પર અસર પડી છે. તેમાં જીએસટી જેવા કેટલાક મહત્વના અને ઉચિત સુધારાઓને લાગુ કરવામાં થયેલી મુશ્કેલીઓની ભૂમિકા પણ હોઈ શકે છે. સાલ્ગેડોના જણાવ્યા મુજબ આઈએમએફનું જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવનાર જીડીપી ગ્રોથનું અનુમાન ગત અનુમાનની સરખામણીમાં ખૂબ જ ઓછું હશે. ઉલ્લેખનીય છે કે આઈએમએફએ ઓક્ટોબરમાં પણ દેશના વાર્ષિક જીડીપી ગ્રોથનું અનુમાન 0.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કર્યું હતું.

સાલ્ગેડાનું કહેવું છે કે અન્ય બાબતોમાં ભારતનું પ્રદર્શન સારું છે. વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તર પર છે. નાણાંકીય નુકસાન ઘટ્યું છે. મોંઘવારી દરમાં હાલ થોડો વધારો થયો છે પરંતુ થોડા વર્ષોમાં તે નિયંત્રણમાં રહ્યો. સાલ્ગેડોનું કહેવું છે કે ભારતની આર્થિક સુસ્તી આઈએમએફ માટે ચોકાવનારુ છે, જોકે તેને આર્થિક સંકટ કહી ન શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post