• Home
  • News
  • દેવ આનંદનો 73 વર્ષ જૂનો બંગલો વેચાયો, હવે ત્યાં બનશે 22 માળની બિલ્ડીંગ
post

એક મીડિયા આઉટલેટને આપેલા ઈન્ટરવ્યુમાં દેવ આનંદે જણાવ્યું હતું કે, તેમણે આ ઘર 1950માં બનાવ્યું હતું, જ્યારે જુહુ એક નાનું ગામ હતું અને ત્યાં સંપૂર્ણ જંગલ હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-20 16:45:03

નવી મુંબઇ : દિવંગત અભિનેતા દેવ આનંદએ જ્યાં પોતાનું સંપૂર્ણ જીવન વિતાવ્યું હતું તે સુંદર બંગલો હવે વેચાઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે દેવ આનંદનો જુહુમાં સ્થિત 73 વર્ષ જૂનો બંગલો વેચાવા જઈ રહ્યો છે. દેવ આનંદનો જુહુનો બંગલો એક રિયલ એસ્ટેટ કંપનીને વેચી દેવામાં આવ્યો છે. તેની ડીલ થઈ ગઈ છે અને હવે પેપરવર્ક ચાલી રહ્યું છે. કહેવાય છે કે દેવ આનંદનું આ ઘર અંદાજે 350-400 કરોડ રૂપિયામાં વેચાયું છે. 

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દેવ આનંદનો બંગલો હવે તોડીને તેની જગ્યાએ નવી 22 માળની ઇમારત બનાવવામાં આવશે. આ સિવાય દિવંગત અભિનેતાના પરિવારે મહારાષ્ટ્રના પનવેલમાં કેટલીક વધારાની મિલકતો પણ વેચી છે. વેચાણમાંથી મળેલી રકમ અભિનેતાના પરિવારના ત્રણ સભ્યો વચ્ચે વહેંચવામાં આવશે.

દેવ આનંદે 1950માં જુહુમાં એક ઘર બનાવ્યું હતું. તે સમયે અહીં બહુ ભીડ નહોતી પરંતુ તે હરિયાળીથી ઘેરાયેલું એકાંત સ્થળ હતું. અભિનેતાનું 2011માં નિધન થયું અને ત્યારથી આ ઘર નિર્જન જ હતું. એક અહેવાલ મુજબ, દેવ આનંદનો પુત્ર અમેરિકામાં સ્થાયી થયો છે જ્યારે તેની પત્ની કલ્પના તેમની પુત્રી દેવીના સાથે ઉટીમાં રહે છે.

મહત્વનું છેકે,દેવ આનંદ તેમની પત્ની અને બાળકો સાથે તેમના જુહુના આવાસમાં 40 વર્ષ સુધી રહ્યા હતા, જો કે તેમના નિધન બાદ તેમાં રહેનાર કે તેની સંભાળ રાખનાર કોઈ નહોતું. દેવ આનંદને આ બંગલો ખૂબ જ પસંદ હતો. તેમણે પોતે પોતાના જૂના ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. 

એક મીડિયા આઉટલેટને આપેલા ઈન્ટરવ્યુમાં દેવ આનંદે જણાવ્યું હતું કે, તેમણે આ ઘર 1950માં બનાવ્યું હતું, જ્યારે જુહુ એક નાનું ગામ હતું અને ત્યાં સંપૂર્ણ જંગલ હતું. 

અભિનેતાએ કહ્યું હતું કે, તેણે આ જગ્યા એટલા માટે પસંદ કરી છે કારણ કે તેને અહીંનું જંગલ પસંદ હતું. તેણે કહ્યું હતું કે, 'મને તે ગમ્યું કારણ કે હું એકલો છું. જુહુ હવે ખૂબ ગીચ બની ગયું છે, ખાસ કરીને રવિવારે તે લોકોથી ભરેલું હોય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post