• Home
  • News
  • દેવી ઉપર આપત્તિજનક ટિપ્પણી કરી હતી:ચાહકોમાં રોષ, ઇવેન્ટમાં એક્ટર દર્શનના મોં પર ચંપલ ફેંકાયું
post

'ક્રાંતિ'ની પ્રમોશનલ ઇવેન્ટ્સનો બોયકોટ કરવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 18:40:46

બેંગલુરુ: કન્નડ એક્ટર દર્શન હાલમાં જ એક ઇવેન્ટમાં સામેલ થયો હતો. અહીંયા એક વ્યક્તિએ તેના મોં પર ચંપલ ફેંક્યું હતું. દર્શન પોતાની અપકમિંગ ફિલ્મ 'ક્રાંતિ'નું પ્રમોશ કરતો હતો ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાનનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. દર્શન કન્નડ ફિલ્મ્સ સ્ટાર્સમાંથી સૌથી વિવાદિત એક્ટરમાંથી એક છે. તે પોતાના નિવેદનોને કારણે અવારનવાર વિવાદમાં રહેતો હોય છે.

ઇવેન્ટ દરમિયાન એક્ટર પર ચંપલ ફેંકાયું
કર્ણાટકના હોસપેટમાં એક્ટર દર્શન પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે આવ્યો હતો. તેની ફિલ્મ 'ક્રાંતિ' આવતા વર્ષે 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મના ગીતને લૉન્ચ કરવા માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં ચિક્કાર ચાહકો આવ્યો હતો. દર્શન જ્યારે ચાહકો સાથે વાત કરવા માટે સ્ટેજ પર આવે છે ત્યારે ભીડમાંથી કોઈએ ચંપલ ફેંક્યું હતું અને તે ચંપલ સીધું દર્શનને ખભા પર વાગે છે. જોકે, હજી સુધી ચંપલ ફેંકનાર વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.

વિવાદિત નિવેદનને કારણે દર્શનને ટાર્ગેટ કરવામાં આવ્યો
દર્શને થોડાં સમય પહેલાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું. દર્શને કહ્યું હતું, 'ભાગ્યની દેવી હંમેશાં તમારો દરવાજો ખખડાવશે નહીં, જો તે દરવાજો ખખડાવે તો તેને પકડી લેજો અને ઘસડીને રૂમમાં લઈ જજો. ત્યારબાદ તમે તેના તમામ કપડાં ઉતારી દેજો. જો તમે કપડાં આપશો તો તે બહાર જતી રહેશે.'

ચાહકો ગુસ્સામાં
દર્શનના આ નિવેદનથી ચાહકો રોષે ભરાયા છે અને તેઓ એક્ટરની ટીકા કરી રહ્યા છે. ચાહકોએ કહ્યું હતું કે દર્શનની વાત ઘણી જ નિંદનીય છે. મહિલાઓ પ્રત્યેની તેની ખરાબ વિચારધારા બતાવે છે. આ સાથે જ ચાહકોએ એમ પણ કહ્યું હતું કે દર્શને દેવીનું અપમાન કર્યું છે. તે ઘણો જ ચીપ છે. આ વખતે તેણે હદ પાર કરી દીધી છે.

'ક્રાંતિ'ની પ્રમોશનલ ઇવેન્ટ્સનો બોયકોટ કરવામાં આવ્યો
દર્શને ફોન પર મીડિયાને ખરું-ખોટું સંભળાવ્યું હતું. તેણે કહ્યું હતું કે મીડિયાએ તેના જીવનને બધી બાજુથી તપાસ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. ત્યારબાદથી અનેક ન્યૂઝ ચેનલ્સે દર્શનની ફિલ્મ 'ક્રાંતિ'ની પ્રમોશનલ ઇવેન્ટ્સનો બોયકોટ કર્યો હતો.

દર્શનના પિતા થોગુદિપા શ્રીનિવાસ એક્ટર છે. દર્શનનો જન્મ 16 ફેબ્રુઆરી, 1977માં થયો હતો. તેનું સાચું નામ હેમંત કુમાર છે. તેને બહેન દિવ્યા તથા નાનો ભાઈ દિનાકર છે. દિનાકર ફિલ્મમેકર છે. દર્શને 2003માં કેમિકલ એન્જિનિયરિંગની સ્ટૂડન્ટ વિજયાલક્ષ્મી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. તેમને દીકરો વિનેશ છે. દર્શન મૈસુરમાં પોતાનું મિની ઝૂ ચલાવે છે. આ ઉપરાંત દર્શનને કાર તથા બાઇકનો ઘણો જ શોખ છે.

adv

Related News

post
post
post
post
post
post
post