• Home
  • News
  • 'ધડક ગર્લ' જ્હાનવી કપૂરે બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલાના વેંકટેશ્વર મંદિરમાં શીશ ઝૂકાવ્યુ, Video વાયરલ
post

આ દરમિયાન કપલ સાઉથ ઈન્ડિયન લુકમાં નજર આવ્યા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-28 18:17:46

બોલીવુડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી છે. જ્હાનવી કપૂરે પોતાની માતાના પગલે ચાલીને ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી અને પોતાની પ્રથમ ફિલ્મ 'ધડક'થી છવાઈ ગઈ. કામ ઉપરાંત જ્હાનવી અનેક વખત પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.

બોયફ્રેન્ડ સાથે તિરુમાલાના મંદિરમાં પહોંચી જ્હાનવી

જ્હાનવી કપૂર હાલમાં બિઝનેસમેન શિખર પહાડિયાને ડેટ કરી રહી હોવાની ખબર છે. મોટા ભાગે બંનેને એક સાથે સ્પોટ થાય છે. ફરી એક વખત જ્હાનવી પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર સાથે નજર આવી છે. તે સાથે શિખર સાથે તિરુમાલાના વેંકટેશ્વર સ્વામીના દર્શન કરવા માટે પહોંચી છે. તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. 

 

જ્હાનવી કપૂરનો તિરુમાલા મંદિરનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં જ્હાન્વી તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે મંદિરમાં દર્શન કરીને બહાર આવી રહી છે. મંદિરમાંથી બહાર આવીને જ્હાન્વીએ પહેલા હાથ જોડ્યા અને પછી શીશ ઝૂકાવ્યુ. શિખર પણ તેની સાથે ટ્રેડિશનલ લુકમાં નજર આવ્યો હતો.

સાઉથ ઈન્ડિયન લુકમાં નજર આવ્યા જ્હાનવી અને શિખર

આ દરમિયાન જ્હાનવી કપૂરે પર્પલ કલરના સાઉથ ઈન્ડિયન લહેંગા-ચોલી પહેરીને પોતાનો લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. જાન્હવી નો-મેકઅપ સાથે બાંધેલા ચોટલામાં સુંદર લાગી રહી હતી. જ્યારે શિખર ધોતીમાં સાઉથ ઈન્ડિયન્સ વાઈબ્સ આપી રહ્યો હતો. તેમનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

જ્હાનવી કપૂરની અપકમિંગ ફિલ્મ

જ્હાનવી કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ 'દેવરા'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સાથે પ્રથમ વખત સ્ક્રીન શેર કરતી નજર આવશે. હાલમાં જ્હાનવી ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે. આ ફિલ્મથી તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post