• Home
  • News
  • રાજકોટમાં કોંગ્રેસમાંથી ધાનાણી ચૂંટણી લડશે, એવા એલાનથી બોઘરાએ કહ્યું- ભાજપ 5 લાખથી વધુની લીડથી જીતશે
post

રાજકોટ કોંગ્રેસના કોઈ ઉમેદવાર હોત તો ડિપોઝીટ પણ ગુમાવવી પડત

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-09 18:14:16

રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે. ત્યારે રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અમરેલીમાં પરેશ ધાનાણી પાસે પહોંચ્યું હતું અને તેમને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે આમંત્રણ સ્વીકારી લીધું છે. એને લઈને રાજકોટથી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં BJP 5 લાખથી વધુની લીડથી જીતવા માટે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર રાજકોટથી લડે તો તેના માટે ડિપોઝિટ બચાવવી પણ મુશ્કેલ બનશે.

ભરત બોઘરાએ જણાવ્યું હતું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. અહીં ચૂંટણી લડવા વિરોધ પક્ષમાંથી પરેશ ધાનાણી આવે, રાહુલ ગાંધી આવે કે સોનિયા ગાંધી આવે... અમે તેમને આવકારીએ છીએ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ બૂથ લેવલથી લઈને પ્રદેશ કક્ષા સુધી મજબૂત સંગઠન સાથે કામ કરી રહ્યું છે.

કોંગ્રેસના કોઈ ઉમેદવારને લડાવશે તો ડિપોઝિટ જશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાનો એક વખતનો પ્રવાસ પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે ભાજપને 5 લાખથી વધુની લીડ મળશે એ નક્કી છે. કોંગ્રેસને એ ડર હતો કે અહીં કોઈ ઉમેદવારને લડાવશે તો ડિપોઝિટ જશે, જેથી અમરેલી સુધી પરેશ ધાનાણીને મનાવવા ગયા. હવે ધાનાણી પણ રાજકોટથી ચૂંટણી લડશે. જોકે કોગ્રેસની લડત ડિપોઝિટ બચાવવા માટે છે.

વિરોધ પક્ષ તરફથી ચૂંટણી લડનારનો પરાજય નિશ્ચિત
આ તકે રાજકોટ શહેર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે રાજકોટ સહિત રાજ્યની લોકસભાની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું કાર્યાલય દોઢ માસ પહેલાં કાર્યરત થઈ ચૂક્યું છે. આ સમયે કોંગ્રેસના હજુ ઉમેદવારો પણ નિશ્ચિત થવાના બાકી છે. ત્યારે રાજકોટમાં કોઈપણ ઉમેદવાર વિરોધપક્ષ તરફથી ચૂંટણી લડવા માટે આવે તો તેનો પરાજય નિશ્ચિત છે.

adv

Related News

post
post
post
post
post
post
post